મશહૂર સિંગર હની સિંહને મળી જાનથી મારી નાખવાની ધમકી ! ધમકી આપનાર બીજું કોઈ નહીં પરંતુ આ વ્યક્તિ, આટલા લાખ રૂપિયાની કરી માંગણી….
હની સિંહ એક એવો સિંગર છે જેને બ્લુટુથ કિંગના નામેથી ઓળખવામાં આવે છે કારણ કે 2g ના જમાનામાં આ સિંગરે પોતાના નામનો એવો લોહો બનાવી નાખ્યો હતો કે ત્યારે આ સિંગરને સૌ કોઈ ખુબ પસંદ કરી રહ્યું હતું પરંતુ જે ગંભીર બીમારીથી સારવાર લઇ રહયા હતા અને ત્યારબાદથી ઘણા સમય માટે તેણે સિંગિંગ જ કર્યું હતું નહીં. એવામાં ધીરે ધીરે લોકો પણ યો યો હની સિંહને ઓળખતા બંધ થયા હતા પરંતુ હની સિંહે ફરી એક વખત સીંગીગ ફિલ્ડમાં જંપલાવી લોકોને પોતાનું નામ અપાવ્યું હતું.
એવામાં તમને ખબર જ હશે કે પંજાબના પ્રખ્યતા સિંગર એવા સિદ્ધુ મુસેવાળાની હત્યા કરી નાખવામાં આવી હતી જે બાદથી સૌ કોઈના મનમાં ડરનો માહોલ છવાય ગયો હતો. સિદ્ધુના હત્યાની જવાબદારી અનેક લોકોએ લીધી હતી. એટલું જ નહીં આ બાદથી સલામન ખાન જેવા મોટા કલાકારોને પણ અનેક જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેમાં સામે આવ્યું હતું કે આ ધમકી લોરેન્સ બિશ્નોઇ તથા તેની ગેંગ આપી રહી છે, એવામાં સલમાન ખાન બાદ હની સિંહને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
ગેંગસ્ટર ગોલ્ડી બરારે હની સિંહને ધમકી આપતા હની સિંહે આ અંગેની ફરિયાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ થી આ ઘટના અંગે પોલીસે જાંચ પડ઼તાલ શરૂ કરી હતી અને હની સિંહની સુરક્ષામાં વધારો કરી દીધો હતો. હની સિંહના જણાવ્યા અનુસાર તેમને ફક્ત જાનથી મારી નાખવાની ધમકી જ નહીં પરંતુ સતાહો સાથ 50 લાખ રૂપિયાની ફિરોતી પણ માંગી હોવાનો આરોપ લગાવ્યો છે.
ગયા બુધવારના રોજ હની સિંહે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલમાં કેનેડામાં રહેલા ગેંગસ્ટર ગોલ્ડી બરારે તેઓને જાનથી મારી નાખવાની ધમકી તથા ફિરોતી માંગતો ફોન આવ્યો હતો તેવું તેના દ્વારા જણાવામાં આવ્યું હતું.હની સિંહે જણાવ્યું હતું કે જયારે તેઓને આવી ફિરતી તથા જાનથી મારી નાખવાની ધમકી ભર્યો કોલ આવ્યો ત્યારે તેઓ અમેરિકામાં હતા આથી તેમના મેનેજરે આ કોલ ઉઠાવ્યો હતો. જેમાં 50 લાખ રૂપિયાની માંગ તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
હાલ તો સિંગરે આ તમામ અંગેની ફરિયાદ દિલ્હી પોલીસમાં નોંધાવી દીધી છે અને આ અંગે તેઓએ જણાવ્યું હતું કે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે, હાલ હની સિંહના વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે જેમાં તેઓ પોતે ખુબ ડરેલા હોય તેવું દેખાય રહ્યું છે.