સવારે , બપોરે કે સાંજે ક્યાં સમયે દહી નું સેવન કરવું વધારે લાભકારી ગણાય છે??? જાણો મહત્વ ની માહિતી
આમ તો નાના બાળકો થી લઈને મોટા લોકોને પણ દહી ભાવતું હોય છે અને આથી જ જ્યારે મન થાય એ તરત જ દહી માં ખાંડ નાખીને ખાઈ લેતા હોય છે. ઘણા લોકો તો રસોઈમાં પણ દહી નો ઉપયોગ કરીને પોતાના ભોજન નો સ્વાદ વધારતા હોય છે. ઘણા લોકો દહી ની લસ્સી પીવા માટે સ્પેશિયલ બહાર જતાં હોય છે. અને ઘણા લોકો ફેમિલી સાથે જ ઘરે દહી બનાવીને તેનો સ્વાદ લેવાનું પસંદ કરતાં હોય છે. સામાન્ય રીતે દૂધ ને છાછ ની સાથ મેળવ્યા બાદ તે દહીં નું રૂપ ધારણ કરે છે.
દૂધ થી બનેલા દરેક ઉત્પાદકો ના ફાયદાઓ પણ અલગ અલગ હોય છે. જેમાં દહીં પણ એવું વસ્તુ છે જે સ્વાસ્થ્ય માટે ફાયકારક ગણાય છે. જે આંતરડા માટે તો બહુ જ ફાયદાકારકે ગણાય છે. પાચનતંત્ર ને મજબૂત કરવાની સાથે સાથે જ કેલ્શિયમ ના સીર્સ થી પણ તે ભરપૂર જોવા મળી આવે છે. પરંતુ અહીં એ પણ જાણવું બહુ જરૂરી બાએ છે કે શું દહીં ખાવાથી માત્ર ફાયદા જ થાય છે કે પછી શરીર ને નુકશાની પણ થઇ શકે છે. આ સાથે જ ક્યાં સમય એ દહીં નું સેવન કરવું જોઈએ. તે અંગેની માહિતી આજે આપણે જાણવાના છીએ.
ક્યાં સમયે દહીં નું સેવન ના કરવું જોઈએ ?
સવારે ભૂખ્યા પેટે દહીં નું સેવન કરવું જોઈએ નહિ. તેનાથી પેટ માં વિકાર ઉત્પન્ન થઇ શકે છે. સાંજે અને રાત્રે પણ દહીં ખાવાથી બચવું જોઈએ. જો સાંજે અથવા રાત્રે દહીં નું સેવન કરવામાં આવે તો તેનાથી પેટ માં ભારીપણું અને શરદી, તાવ જેવી સમસ્યા ઉભી થાય છે. અને શરીરમાં કફ ની પ્રોબ્લમ વધી શકે છે.
દહીં નું સેવન કરવાનો સાચો સમય
એક મીડિયા રિપોર્ટ અનુસાર દહીં નું સેવન કરવાનો સૌથી સારો અને બેસ્ટ સમય બપોર નો સમય ગણાય છે. જો બપોરના બીજોજન ની સાથે તમે દહીંનું સેવન કરો ચો તો તેનાથી પાચન ક્રિયા બહુ સારી બને છે, આમ જો દિવસના સમયમાં દહીં નું સેવન કરવામાં આવે તો તે સરળતાથી પચી શકે છે. અને પિત્ત કે કફ જેવી સમસ્યાઓ પણ ઉભી થતી નથી.
કેટલા પ્રમાણ માં દહીં ખાવું??
જો તમે બપોરના સમયે દહીં નું સેવન કરો ચો તો તેની માત્રા ને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. સતત દહીંનું સેવન કરવાથી બચવું. બપોરના સમયે જો તમે દહીં નું સેવન કરો ચો તો એક વાટકી કરતા વધારે ખાવું જોઈએ નહિ. અને જો બની શકે તો તાજા દહીં નો ઉપયોગ કરવો. જો વાસી દહીં નો ઉપયોગ કરવામાં આવે અને સેવન કરવામાં આવે તો તેના દ્વારા પેટ સબંધિત મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે.
દહીં ખાવાના ફાયદાઓ
દહીં ખાવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાનો સૌદો ગણાય છે. ડોકટરો નું પણ કહેવું છે કે દહીં ખાનારા લોકોમાં વધારા ની ચરબી બહુ જ ઓછી જોવા મળે છે. તે કોલેટરોલ ને પણ નિયંત્રણ માં કરે છે, બ્લડ સર્ક્યુલેશન ને પણ ઠીક રાખે છે, તથા બ્લડ પ્રેશર ને વધવા દેતા નથી. આમ દહીં ખાવાથી અનેક પકારના થાય છે.