ગુજરાતમાં મેઘો ગાંડોતુર!! ગુજરાત હવામાન વિભાગે કરી મોટી અગાહી, આ આ જિલ્લાઓમાં. રેડ એલર્ટ તો આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે…..
ગુજરાત ભરમાં વરસાદે હવે પોતાનું આગમન નોંધાવી દીધું છે ત્યારે રાજ્યમાં ફરીવાર તોફાની વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જ્યાં ઉતર – પૂર્વ માં અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન જોવા મળ્યુ છે. સાથે સાથે જ ઓફશોર ટ્રોફશોર પણ સક્રિય બન્યું છે. જેના લીધે આથી જ ઘણા રાજ્યોમાં ભરેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાત ના પૂર્વ પચ્ચીમ શિયર જોન પણ આગળ વધતું નજર આવી રહ્યું છે. જેના કારણે પણ વરસાદ નો બીજો રાઉન્ડ અતિભારે વરસાદ સાથે શરૂ થવા જય રહ્યો છે.
અને આ વરસાદ તોફાની બનવાની શક્યતા પણ જોવા મળી રહી છે. જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા સૌરાસ્ટ્ર – કચ્છ ની દરિયાઈ પટ્ટી માં મેહુલિયાની જોરદાર પધરામણી થઈ શકે છે.આ સાથે જ હવામાન વિભાગ એ જુનાગઢ, ગીર સોમનાથ માં પણ રેડ અલર્ટ ની જાહેરાત કરી છે. જ્યારે પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે 9 જુલાઇના રોજ સૌરાસ્ટ્ર અને કચ્છમાં વરસાદ થી રાહત જોવા મળી શકે છે. તો ત્યાં જ 10 જુલાઇ એ ઉતાર ગુજરાત માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
ત્યાં જ ગુજરાત ના અમદાવાદ માં 3 દિવસ ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદ ને લઈને હવામાન વિભાગ એ જણાવ્યુ છે કે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે જ્યાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદના બીજા રાઉન્ડ દરમિયાન ઘણા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું સર્જન પણ થઈ શકે છે. જુનાગઢ, અમરેલી , જામનગર, રાજકોટ , સુરેન્દ્રનગર અને જાફરાબાદ માં ભારે પવન ફૂકાશે.
ત્યાં જ સાબરમતી ના વિસ્તારોમાં વરસાદ વધારે થવાથી આ નદી બે કાંઠે વહેવા લાગશે એવી પણ શક્યતાઓ છે. ત્યાં જ નર્મદા નદીમાં પણ હળવા પૂર આવાની શક્યતા જણાય છે. ગુજરાતનાં ઘણા જિલ્લાઓમાં એકસાથે 12 થી 14 ઇંચ વરસાદ વરસી શકે છે. આ સાથે જ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી હોવાથી માછીમારો ને સોમવાર 10 જુલાઇ સુધી દરિયો ખેડવા ના જવાની ચેતવણી આપવામાં આવેલ છે. આ સાથે જ દરિયાઈ વિસ્તારમાં 40 થી 45 કિમી જડપે પવન ફૂકાઈ શકે છે. આમ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.