સૌરાષ્ટ્ર ના રવિન્દ્રસિંહ જાડેજા પંજાબ મા ફરજ બજાવતા શહીદ થયા ! અંતીમ યાત્રા મા ભારે હૈયે વિદાઈ અપાઈ…ઓમ શાંતિ
પંજાબમાં ફરજ બજાવી રહેલ અને મૂળ ગુજરાત ના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામનો સૈનિક શાહિદ થયો છે. આજે સાંજે શાહિદ ના માદર વતન તેનો મૃતદેહ પહોંચ્યો હતો ત્યારે શાહિદ ની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભીની આંખો થી લોકોએ આ વીર જુવાન ને અશ્રુભીની વિદાઈ આપી હતી. માહિતીમાં જાણવામાં આવ્યું કે ધ્રોલ ના હાડાટોડા ગામનો નિવાસી જાડેજા રવીન્દ્રસિંહ હનુભા કે જે 32 વર્ષ ની ઉમર ધરાવતા હતા.
અને છેલ્લા 11 વર્ષથી આર્મીમાં ફરજ બનાવી રહયા હતા. જવાન ની પંજાબ ના ભટિન્ડા માં ચાલુ ફરજ દરમિયાન જ આકસ્મિક મોત થયું હતું જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરારી મચી જવા પામી છે. ત્યારે આ વીર જવાંનું તેમના વતનમાં આજે સૈન્ય સન્માન સાથે તેમની અંતિમ વિદાય આપવામાં આવી હતી.શાહિદ ની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભીની આંખો થી લોકોએ આ વીર જુવાન ને અશ્રુભીની વિદાઈ આપી હતી.
આમ બુધવારના રોજ અલગ અલગ રાજ્યોમાં અકસ્માત ના ઘણા બનાવો સામે આવ્યા હતા જેમાં સુરતમાં કિમ જીઆઇડીસી માં ગેસ લીકેજ થવાના કારણે 4 કામદારો નું દુઃખદ અવસાન થયું હતું .જેમાં જાણવામાં આવ્યું કે નીલમ ઇન્ડસ્ટ્રી માં કામ કરતા 4 કામદારો ના ગૂંગળાઈ જવાના કારણે અવસાન થયું છે. જ્યા કેમિકલ ભરેલું એક દ્રમ ફાટી જતા તેમાંથી નીકળેલ ગેસ ન આ કારણે આ જીવલેન અકસ્માત ન સર્જાયો હતો. જેમાં મૃત્યુ પામના કામદારો માંથી બે કામદારો અંકલેશ્વરના, એક કાપોદ્રા ના અને એક રાજસ્થાન નો હોવાનું સામે આવ્યું છે.
ત્યાં જ ભાવનગર માં પણ એક બહુ જ મોટી દુર્ઘટના બની હતી જેમાં ભાવનગર ના માધવહીલ કોમ્પ્લેક્સ નો પાછળ ભાગ ધારાશાહી થઇ જતા એક મહિલાનું આ અકસ્માત દરમિયાન મોત થયું હતું તો ત્યાં જ 10 થી 15 લોકો આ ધારાશાહી મકાન ની અંદર દટાયા હોવાની સંભાવના છે. ત્યાં જ બેન્ક કર્મચારીઓ પણ આ કાટમાળ માં દટાયા હોવાથી ફાયર વિભાગ ની ટિમ દ્વારા તેમની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, આ દુર્ઘટના માં 8 થી 10 લોકો ઇર્જાગ્રસ્ત થયા હતા.