અમેરિકામાં થયું વધુ એક ગુજરાતનું કરુણ મૌત!! બદમાશોએ આડેધડ ફાયરિંગ કરીને મૌતને ઘાટ ઉતારી દીધો અને 8 લાખ…
અત્યારના સમયમાં હત્યાના કિસ્સાઓ એવા અજીબો ગજબ બનાવો જોવા મળી જાય છે કે લોકોના તો સાંભળતા જ હોશ ઊડી જતાં હોય છે ત્યારે અમેરીકામાં વધુ એક ગુજરાતી ની હત્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે જ્યાં એક ગુજરાતીને ગોળી મારીને તેની હત્યા કરી નાખવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકા ની મેક્સિકો માં આવેલ ટોરેંટ ફાર્મા ના ડાયરેક્ટર ની હત્યા કરી દેવામાં આવી છે અને 8 લાખ રૂપિયા થી વધારાની લૂટ કર્યાની ઘટના સામે આવી છે.
ટોરેંટ ફાર્મા ના મેક્સિકો ઇકાઈ માં મુખ્ય નાણાકીય અધિકારી કેતન શાહ પૈસા લઈને એરપોર્ટ થી ઘર જય રહ્યા હતા ત્યારે જ લૂટ ના ઇરાદાથી તેમના પર ગોળી ચાલવામાં આવી હતી અને આ દરમિયાન કેતન શાહ એ બદમાશો ને પડકારવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ બદમાશોએ તેમને ગોળી મારીને હત્યા કરી નાખી અને 8 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા. મેક્સિકો પોલીસ ને તપાસ કરતાં જાણવામાં આવ્યું કે મૃતક કેતન શાહ પૈસા લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ આ બદમાશોએ તેમણે નિશાનો બનાવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ગયા શનિવારના રોજ મેક્સિકો સિટી ના સાઈમાન બોલીવર સ્ટ્રીટ પર થઈ હતી. આ દરમિયાન કેતન શાહ ના પિતા પણ તેમની સાથે ઉપસ્થિત હતા. આ હુમલા માં તે પણ ઘાયલ થ્યા હતા. અહી ગૌરતલબ છે કે કેતન શાહ લાંબા સમય થી કંપની સાથે જોડાયેલ હતા. તેઓ બહુ જ મહેનતુ હતા તેઓ કંપની ને આગળ વધારવા માટે બહુ જ મહેનત કરી રહ્યા હતા. કેતન શાહ છેલ્લા 7 વર્ષથી ટોરેંટ ફાર્મા સાથે જોડાયેલ હતા.
કેતન શાહ મૂળ રૂપથી અમદાવાદ ના નિવાસી હતા. તેઓ વર્ષ 2019 માં મેક્સિકો સિટી માં અસાઇમેન્ટ પર આવ્યા હતા, ત્યારથી જ અહી કામ કરતાં હતા. કેતન શાહ ના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. મીડિયા પિપોર્ટ અનુસાર કેતન શાહ એ એરપોર્ટ પર ફોરેક્સ સેન્ટર થી 10,000 $ કાઢ્યા હતા. અને આ પૈસા લઈને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન જ બે મોટરસાઇયકલ પર સાર બદમાશો આવ્યા અને હથિયાર બંધ હમલાવરોએ તેમના કાર પર ફાયરિંગ કર્યું. અને આમ એક ગુજરાતી ફરી વિદેશી ધરતી પર હત્યા નો શિકાર થઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!