ગાંધીનગરના યુવકને ગઠિયાએ લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો ! એક વખત જરૂરથી વાંચી લેજો અને સાવધાન થઇ જજો નહિતર પછતાવો થશે…
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર ઓનલાઇન ફ્રોડના બનાવો વધુ બની રહ્યા છે, આવા કિસ્સામાં દરેક વ્યક્તિ એ ચેતવીને રહેવું જોઈએ કારણ કે ઓનલાઇન ફ્રોડના કારણે અનેક લોકોએ પૈસા પણ ગુમાવ્યા છે. હાલમાં જ
ગાંધીનગરના યુવકને ગઠિયાએ લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો ! આ ઘટના જાણીને તમે પણ સાવધાન થઇ જજો નહિતર પછતાવો થશે.આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તો યુટ્યુબનાં માધ્યમથી રૂપિયા કમાવવાના ચક્કરમાં રૂ. 21 લાખ 92 હજાર રૂપિયા યુવકે ગુમાવ્યા.
આપણે જાણીએ છે કે આજકાલ દરેક લોકોને યુટ્યુબના માધ્યમથી લાખો રૂપિયા કમાવવા છે અને લાલાચમાં આવીને ન કરવાનું કરી બેસે છે.
યુવાનોની આ ઘેલછાનો ગેરલાભ આરોપીઓ ઉઠાવી લે છે,
યુવકને પહેલા 4 ઓગસ્ટના રોજ યુ ટ્યૂબ ચેનલ સબસ્ક્રાઈ કરવાના પૈસા કમાવવાનો મેસેજ આવ્યો હતો. બાદમાં આ નંબર પરથી 16 ઓગસ્ટ સુધીમાં વાતચીત થઈ હતી. અને વિશ્વાસ કેળવીને ગઠિયાએ ટેલિગ્રામ આઈડીની લિન્ક મોકલી હતી.
અલગ-અલગ ટાસ્ક પૂરા કરવા માટે પ્રલોભનો આપ્યા હતા. અને ટાસ્ક પૂરા કરવાની લાલચમાં યુવકને ફસાવીને તેની પાસે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.21.91 લાખ ભરાવાયા હતા. ઓનલાઈન ચીટિંગ કરનારા ગઠિયા સામે ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.