ભારત એક અદભુત દેશ છે અહીં ની પ્રાચીન વસ્તુઓ અને કલા સમગ્ર જગત માં વિખ્યાત છે. આટલો સમૃદ્ધ વારસા ની સાથો સાથ ભારત માં એવી અનેક વસ્તુઓ છે કે જેની પાછળ અનેક રહસ્ય છે આવા રહસ્યોને આજ સુધી કોઈ પણ ઉકેલી શક્યું નથી.
તો ચાલો આપડે આજે એક એવાજ રહસ્ય વિશે વાત કરીએ. આ વાત ભગવાન પરશુરાની કુહાડી વિશે છે અને તેના ચોકાવનાર રહસ્ય વિશે છે. ભગવાન પરશુરાની કુહાડી ઝારખંડ ની રાજધાની રાચિથી લગભગ 150 કિલોમીટર દૂર ગુમલા જીલ્લા ના એક પર્વત કે જ્યા ટાગિ ધામ આવેલ છે ત્યાં આ કુહાડી જમીન ની અંદર જોવા મળે છે.
જોકે આ કુહાડી અહીં કઈ રીતે આવી તેની પાછળ પણ એક ઇતિહાસ છે. કહેવાય છેકે ત્રેતા યુગમાં જયારે ભગવાન રામ જનકપુર ગયા અને તેમણે ભગવાન શિવ નું અતિ ભારે અને ખુબજ દિવ્ય ધનુષ માતા સીતા ના સ્યમવર વખતે તોડીયુ ત્યારે તેમાંથી ખૂબજ ભયાનક અવાજ ઉત્પન્ન થયો.
આવા તીવ્ર અવાજ ને કારણે પરશુરામ ભગવાન ક્રોધિત થયા અને જાણ વગર ભગવાન રામ અને લક્ષ્મણ વિશે અનેક આપત્તિ જનક વાતો બોલવા લાગીયા.જ્યારે હકીકત ની તેમને જાણ થઈ ત્યારે તેઓ પોતાની ભૂલ નો પ્રાયશ્ચિત કરવા અહીંના ગાઢ જંગલો માં આવી તપ કરવા લાગીયા ત્યારે તેમણે આ કુહાડી અહીં ખોસી હોવાનું મનાય છે.
જોકે આ કુહાડી સાથે છેડ છાડ કરનાર લોકો સાથે અહિત ઘટના બને છે. અહીંના લુહાર જ્ઞાતિ ના લોકોએ આ કુહાડી બહાર કાઢવા ના અનેક પ્ર્યતન કરીયા. ઉપરથી કુહાડી તોડી પણ નાખી પરંતુ તેને લઇ જઈ શકિયા નહીં. ત્યાર બાદ એક પછી એક આ જ્ઞાતિ ના લોકો ના મૃત્યુ થવા લાગીયા. જેને કારણે તેમણે આ વિસ્તાર છોડી અન્ય જગ્યા એ વસવાટ કરીયો.