આ કારણે અંબાણી પરિવાર કથાકાર રમેશભાઈ ઓઝા ને વિષેશ માન સન્માન આપે છે ! કારણ જાણશો તો…
રમેશભાઈ ઓઝા ભાગવત કથાકાર છે અને તેની વાણી મા એટલી મીઠાસ છે કે સાંળનાર સાંભળતા જ રહે છે. આજે અંબાણી પરિવાર ઉપર તેમના સદાય આર્શિવાદ છે. ખરેખર આ વાત થી ઘણા લોકો અજાણ હશે કે રમેશભાઈ ઓઝા અને અંબાણી પરિવારને ખૂબ જ ખાસ સંબંધ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાણી પરિવાર ખૂબ જ ધાર્મિક છે અને ખાસ વાત એ કે, અંબાણી પરિવાર કોઈપણ મહત્વનું કાર્ય કે નિર્ણય અંગે રમેશભાઈ ઓઝાની સલાહ સચુનો લીધા બાદ જ કોઈપણ કાર્ય કે પગલું ભરે છે.
રમેશભાઈ અને અંબાણીજીના સંબંધ વિશે જાણતાં પહેલા રમેશભાઇ ઓઝા વિશે જાણીએ તો રમેશભાઈ ઓઝાના જન્મની વાત કરીએ તો તેમનો જન્મ 31 ઓગસ્ટ ૧૯૫૭ ના રોજ સૌરાષ્ટ્ર ના નાના એવા ગામ દેવકામા થયો હતો જે અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા મા આવેલુ છે. રમેશભાઈનો જન્મ બ્રાહ્મણ પરીવાર મા થયો હતો.રમેશભાઈ ઓઝા એ ભાગવતનું જ્ઞાન પોતાના પિતા પાસે થી મેળવ્યુ છે.
આપને જણાવી દઈએ કે રમેશભાઈ ઓઝા કથાકર સાથે એક સંસ્થા પણ ચલાવે છે. આ સંસ્થાનું નામ સાંદિપની વિદ્યાનિકેતન છે અને અહીંયા વિદ્યાર્થી ઓ ને ધર્મ અને સંસ્કૃતિનું શિક્ષણ આપવામાં આવે છે. આજે તમામ મહાનુભાવો અને પ્રધાનમંત્રી શ્રી અને અન્ય નેતાઓ લન રમેશભાઈ ઓઝા માન સન્માન આપે છે અને લાખો લોકો તેમને આદર્શ માને છે.
ખાસ તો અંબાણી પરિવાર રમેશભાઈ ઓઝા ને વશું આદર અને સન્માન આપે છે, તેમજ તમને જાણીને નવાઈ લાગશે કે, જામનગરમાં સ્થાપેલ રિલાયન્સ કંપનીનું ઉદ્ઘાટન પણ શ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે થયેલ તેમજ આ સિવાય અંબાણી પરિવારનાં કોઈપણ શુભ કાર્યમાં રમેશભાઈની અવશ્યપણે હાજરી હોય છે. જ્યારે સંપત્તિના લીધે બંને ભાઈઓમાં અણબનાવ બન્યો હતો ત્યારે ભાઇશ્રી એ જ નિવારણ આપ્યું હતું.
ખાસસ કરીને અંબાણી પરિવાર અને કોકિલા બેન શ્રી રમેશભાઈ ઓઝાના આશ્રમને દર્શન કરવા અનેકવાર તેમજ ગુરુ પૂર્ણિમાન દિવસે જાય છે.હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે, શ્રી રમેશભાઈ ઓઝા અંબાણી પરિવારનાં આધ્યાત્મિક ગુરુ છે. કોકિલા બહેન શ્રી રમેશભાઈ ઓઝાની કથા વાર્તાઓ સાંભળતા હતા અને તેમનાથી પ્રભાવીત થયા એટલે ધીરુભાઇ પોતાના ઘરે રામકથા રાખી જેમાં શ્રી રમેશભાઈ ઓઝા વક્તા તરીકે પધાર્યા તે દિવસ થી અંબાણી પરિવારનાં આધ્યાત્મિક ગુરુ બન્યા.