2023 મા ભારત મા સૌથી અમીર ટોપ 10 લોકો ની યાદી જાહેર ! અદાણી કે અંબાણી જાણો કોણ છે પ્રથમ નંબર પર….
હાલમાં જ ભારતના સૌથી ધનિક વ્યક્તિઓની યાદી બહાર પડી છે, ત્યારે આ યાદી ભારતીયોની હુરુન લિસ્ટ 2023 દ્વારા બહાર પાડવાંમાં આવી છે. ચાલો અમે આપને જણાવીએ કે ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાં સૌથી મોખરે કોણ છે? આ લિસ્ટ પ્રમાણે વધુ સંપત્તિ ધરાવતા વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણી પ્રથમ છે જ્યારે ગૌતમ અદાણી બીજા સ્થાને પહોંચી ગયા છે.
ગયા વર્ષ ક્રરતા અંબાણી પરિવારની સંપત્તિમાં 2 ટકાનો વધારો થવાની સાથે તેમની સંપત્તિ 3. 8,08,700 કરોડ પર પહોંચી છે.ગૌતમ અદાણીની સંપત્તિમાં 57 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેની સાથે અદાણીની સંપત્તિ રૂ. 4,74,800 કરોડ પર પહોંચી ગઇ છે. આ પછી ત્રીજા સ્થાન પર સીરમ ઇન્સટિટ્યુટના પ્રમોટર સાયરસ પૂનાવાલા છે જેમની સંપત્તિમાં 36 ટકાનો વધારા સાથે રૂ. 2,78,500 કરોડ પર પહોંચી છે.
આ પછી સૌથી વધુ સંપત્તિ ધરાવનારની યાદીમાં ચોથા સ્થાન પર HCL ટેકનોલોજીના શિવ નાદરને સ્થાન મળે છે. જેમની પાસે રૂ. 2,28,900 કરોડની સંપત્તિ છે. જ્યારે લંડન સ્થિત ગોપીચંદ હિંદુજા પાંચમા સ્થાન પર છે, જેમની પાસે રૂ. 1,76,500 કરોડની સંપત્તિ છે. જ્યારે સન ફાર્માના ચેરમેન દિલીપ સંઘવી છઠ્ઠા સ્થાન પર છે જેમની પાસે 31,64,300 કરોડની સંપત્તિ છે.
મુકેશ અંબાણીએપોતાના પિતા ધીરુભાઈ અંબાણીના વારસાને ખુબ જ મોટા પાયે વિસ્તાર્યો છે. હવે રિલાયન્સનું સુકાન તેમને પોતાના સંતાનોના હાથમાં સોંપ્યું છે. આજે મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ ત્યારે બન્યા છે, જ્યારે તેમને દીવસ રાત મહેનત કરી છે. આ સફળતા પાછળ અનેક કર્મચારીઓનો પરિશ્રમ પણ રહેલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!