જૂનાગઢમાં યુવકે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાય પોતાનું જીવન સંકેલી લીધું ! સુસાઇડ નોટ સામે આવી તો મચી ગઈ ખળભળાટ…
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સુરત શહેરમાંથી ખુબ જ મોટો આત્મહત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક જ સાથે 7 લોકોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું હતું, એવામાં હવે જૂનાગઢ માંથી આત્મહત્યાનો એક બનાવ સામે આવ્યો છે જેમાં એક યુવકે ગળાફાંસો ખાયને પોતાના જીવનનો અંત આણ્યો હતો, એવામાં આત્મહત્યા કરતા પેહલા મૃતકે સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં ખુબ મોટા મોટા ઘટસ્ફોટ થયા હતા.
તમને જણાવી દઈએ કે જૂનાગઢના ચોરવાડના ઝુઝારપૂર ગામની આ ઘટના છે જેમાં નીતિનભાઈ જગદીશભાઈ પરમાર નામના યુવકે ગળાફાંસો ખાયને જીવન ટૂંકાવી લીધું હતું જે બાદ મૃતકના પરિવારજનોએ આ ઘટનાની અંગેની જાણ ચોરવાડ પોલીસને કરી હતી એવામાં ગણતરીના સમયમાં જ પોલીસ ઘટના સ્થળે હાજર થઇ હતી અને પુરી ઘટનાની તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસના હાથે એક સુસાઇડ નોટ લાગી હતી.
સુસાઇડ નોટની અંદર મૃતકે લખ્યું હતું કે “મારું નામ નીતિન જગદીશ પરમાર છે. હું અત્યારે ફાંસી ખાવ છું અને એના જીમેદાર 3 વ્યક્તિઓ છે. (1) વિમલ કાના ચુડાસમા (સોમનાથ ધારાસભ્ય), (2) મનુભાઈ મકન કવા (રહે. પ્રાચી), (3) ભનું મકન કવા (રહે. પ્રાચી). આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું.”
આવી સુસાઇડ નોટ સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો કારણ કે આ સુસાઇડ નોટની અંદર મૃતકે MLA ના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો, હાલ આ ઘટનાને લઈને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે અને મૃતકના પરિવારજનોની પુછપરછ કરી રહી છે, સુસાઇડ નોટ દ્વારા તો મૃતકે કહ્યું છે કે તેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે પરંતુ હવે આગળ શું મામલો તરી આવશે તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.