ગુજરાતે ગુમાવ્યું અમૂલ્ય રત્ન! મણિયારા માણીગરના ગાયક કલાકાર મુળુભાઈ બારોટે દુનિયામાંથી વિદાય, જાણો તેમના જીવનની વાત…
આજનો દિવસ મહેર સમાજ માટે દુઃખદાયી બન્યો છે, વાત જાણે એમ છે કે, લોક સંગીત અને મણિયારાનો એક સુરજ આજ આથમી ગયો.. સાત સુર જગત સાચા પણ અમારા પોરબંદરનો એક સુર આજે દુનિયા મેલીને વયો ગયો.. મુરૂબાપા બારોટ કે કદાચ જેના તોલે કોઈ દી કોઈ નહી આવે.. એવો એક સુર સંગીતનો સિતારો…
એવો એક મોજીલો માણસ આજે આ દુનીયા મેલીને વયો ગયો.. જેને મેઘાણી સાહેબ ની જેમ આ લોકસંગીત ને જીવતું રાખવામાં પોતાનું લોહી હોમી દીધુંતું…આ લોક ગાયક કલાકાર ટેલિ મુળુભાઈ બારોટ. તેમની વિદાયથી તેમની ખોટ સદાય વર્તાશે. મણિયારો તો હજીય ગવાશે પણ ઇ પગ હવે નહી ઉપડે જે તમારા એક પડકારે ઉપાડતા.
ચાલો અમે આપને મુળુભાઈના જીવન વિષે વધુ વિગતવાર જણાવીએ. મણીયારા માણીગરથી ગુજરાતભરમાં લોકપ્રિય થયેલ મુળુભાઈ પોરબંદરના વતની હતા મુળુભાઈ બારોટ યુવા વયથી જ પોરબંદરના વિશ્વ વિખ્યાત મણીયારો રાસ મંડળ સાથે ગાયક તરીકે જોડાયેલા હતા પરંતુ તેમના નિધનથી લોકોમાં ભારે શોક છવાઈ ગયો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, તેઓ ઘણા સમયથી બીમાર હતા.
સાદગીભર્યું વ્યક્તિત્વ ધરાવનાર મુળુભા આર્થિક રીતે સદ્ધર ન હોવા છતાં આકરી સંગીત સાધનાથી ગાયકી ક્ષેત્રે એક આગવી ઓળખ બનાવી હતી.મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, આજ રોજ સાંજે મુરુભાઈ બારોટની અંતિમયાત્રા નીકળશે. વિગતો મુજબ DJ અને મણીયારા રાસ સાથે મુરુભાઈની અંતિમયાત્રા નીકળશે. આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે, ભગવાન તેમની દિવ્ય આત્માંને પરમ શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે .