મોરબીના આ પરિવારે ખુબ સુંદર કંકોત્રી બનાવડાવી હતી ! જે લગ્ન બાદ આવી રીતે ઉપયોગ મા લઈ શકાશે
હાલ લગ્નગાળાએ આખા ભારત દેશમાં ભારે રંગ રાખ્યો છે ત્યારે હાલ ના સમય મા લગ્ન ને લઈ ને વિવિધતા જોવા મળી રહી છે જેમા ખાસ કરી ને કંકોત્રી પાછળ લાખો રુપીયા ખર્ચી નાખવામા આવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ રાજકોટ ના એક પરિવારે એક એવી કંકોત્રી તૈયાર બનાવડાવી હતી કે લગ્ન બાદ પણ એ કંકોત્રી નો ઉપયોગ થય શકે અને એમા થી છોડ ઉગી નીકળે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે મોરબીના એક પરિવારની કંકોત્રી વિશે જણાવાના છીએ જેની કંકોત્રી ભરતગૂથણથી તૈયાર થઇ હતી, મોરબી ના પરિવારે બનાવડાવેલી આ કંકોત્રી એક દમ હટકે કંકોત્રી હતી જે કોઈ કાગળ થી નહી પરંતુ મનમોહક ભરતગુથણ થી બનાવેલી હતી. જેમા ગણેશજી પણ છે જો વાત કરવામા આવે આ પરીવાર ની તો મિયાત્રા પરીવાર ની આ લગ્ન કંકોત્રી હતી. મોરબી ના ભાજપ અગ્રણી જેઠાભાઇ રમુભાઈ મિયાત્રાના પરિવારના કશ્યપના ભારતી સાથે લગ્ન પ્રસંગની અનોખી કંકોત્રી બનાવી હતી.
આ કંકોત્રી બનાવડાવા માટે નો મુખ્ય હેતુ એ છે કે હાલ ના સમય ભરતગુથણ ની કલા ને જાણે અને હાલ જે આ કલા લુપ્ત થવાના આરે છે તેને ફરી પ્રોત્સાહન મળે તે માટે એક પ્રયાસ કર્યો હતો. કચ્છ, જસદણ સહિતના હેંડીક્રાફ્ટ ઉધોગને વિકસાવવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ ટુ વોકલ અભિયાનને સાર્થક કરવા 500 જેટલી હેન્ડલુમ કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી ની કિંમત 350 થી માંડી ને 400 સુધી થઈ છે.
સામાન્ય રીતે આપણે જોતા હોય એ છીએ કે લગ્ન બાદ કંકોત્રી ફેકી દેતા હોય તો ઘણા પસ્તી મા આપી દેતા હોય છે ત્યારે આ કંકોત્રી નો લગ્ન બાદ થેલી સ્વરુપ મા ઉપયોગ કરી શકાશે અને સાથે પ્લાસ્ટીક ની બેગ ની જગ્યા એ આ કંકોત્રી ઉપયોગ કરી શકાશે. આ કંકોત્રી ભરતગુથણ ની કલા નો ઉત્તમ નમુનો છે અને સાથે ઉપયોગી છે ખરખેર દરેક લોકો આવુ કરવા લાગે તો કાઈક અલગ જ દૂનીયાનુ સર્જન થશે.