જેઠાલાલે પોતાના દીકરા સાથે હરખભેર ગરબા રમ્યા, સોશિયલ મીડિયામાં વિડીયો મચાવી રહ્યો છે ધૂમ, જુઓ વિડીયો….
હાલમાં સોશીયલ મીડિયા પર જેઠાલાલના દીકરાના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે,
દિલીપ જોશીના પુત્ર ઋત્વિકના લગ્ન 17મી ડિસેમ્બરના રોજ સંપૂર્ણ રીત રિવાજ સાથે સંપન્ન થયા હતા. આ ભવ્ય લગ્નમાં ‘તારક મહેતા’ના ઘણા કલાકારોએ પણ હાજરી આપી હતી.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી ગુજરાતી છે. સૌથી ખાસ વાત એ કે તેમના દીકરાના લગ્ન પણ ગુજરાતી રીતિ રિવાજ પ્રમાણે જ થયા હતા. હાલમાં દિલીપ જોશીનો વિડીયો વાયરલ થયો છે, આ વડીયો દાંડીયારાસનો છે, તમે જોઈ શકશો કે દિલીપ જોશીએ પોતાના દીકરા સાથે દાંડિયા રમ્યા અને બાપ દીકરાની આ પ્રેમાળ ક્ષણ સૌ ચાહકોને પસંદ આવી છે.
પોતાના લાડકવાયા દીકરાના લગ્નમાં વટ પાડવા માટે દિલીપ જોશી જોધપુરી બ્લેક કુર્તો પહેર્યો છે, લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની પાઠકે પણ દિલીપ જોશીના પુત્રની સંગીત નાઈટમાં હાજરી આપી હતી. જે સ્ટેજ પર દિલીપ જોશી સાથે ફોટો ક્લિક કરાવતી જોવા મળી હતી. એક વીડિયોમાં દિલીપ જોશી પણ ડાન્સ કરતા જોવા મળે છે.આ પહેલા ગયા વર્ષે જેઠાલાલની દીકરીના લગ્ન પણ આ જ રીતે ધામધૂમથી થયા હતા અને હાલમાં દીકરાના લગ્ન પણ એટલા જ ભવ્ય રીતે કરવામાં આવ્યા છે.