રાજકોટ ના જાણીતા સામાજિક કાર્યકર્તા દિશાંક કાનાબાર ની ભત્રીજીએ, એવી રીતે જન્મદિવસની ઉજવણી કરી સૌ કોઈ વખા કરી રહ્યા છે, ભેટમાં શ્રી રામ ભગવાન.
રાજકોટના જાણીતા સામાજિક કાર્યકર્તા દિશાંક કાનાબાર ની ભત્રીજી એ ઉજવ્યો પ્રેરણાદાયી જન્મદિવસ. આ જન્મદિવસ સૌ માટે ખરેખર પ્રેરણાસ્ત્રોત સમાન છે કારણ કે આજના સમયમાં સૌ કોઈ લોકો પોતાના જન્મદિવસને ઉજવવા માટે વેસ્ટર્ન ક્લચર અપનાવે છે તેમજ ખાલીખોટા ખર્ચાઓ કરતા હોય છે, આપણે જાણીએ છે કે લોકો રસ્તાઓ વચ્ચે કેક કટીંગ કરે છે તેમજ ફટાકડા ફોડવા, જેવી અનેક પ્રવુતિઓ કરતા હોય છે.
જન્મદિવસની ઉજવણી કરવી તે દરેકની પસંદગી હોય છે પરંતુ અવની તુષારભાઈ કાનાબારે પોતાના જન્મદિવસની ઉજવણી એવી રીતે કરી કે સૌ હિન્દૂ લોકોનું દિલ તો જીતી લીધું પરંતુ સાથોસાથ સૌકોઈને એક પ્રેરણાદાયી સંદેશ પણ આપ્યો છે. વાત જાણે એમ છે કે, અવનીએ પોતાના જન્મદિવસે શાળામાં સૌને કંકુ અને અક્ષત સાથે શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવ્યું છે.
જન્મદિવસે લોકો ચોકલેટ અને ગિફ્ટ તો સૌ કોઈ ભેટમાં આપે છે પરંતુ અવનીએ શ્રી રામ ભગવાનના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ટેકનોલોજી ના માધ્યમથી જોડાવ તે માટે આપને નિમંત્રણ આપ્યુ અને સાથોસાથ કંકુ તથા અક્ષત પણ ભેટ સ્વરૂપે આપ્યા છે.
કારણ કે , રર જાન્યુઆરી 2024 માં અતિ શુભ ચોઘડિયે શ્રી રામ ભગવાનની પ્રતિષ્ઠા થશે, ત્યારે કંકુ અને અક્ષતથી આપ ગૌરવ સાથે તમારા ઘરમાં બિરાજમાન પ્રભુ શ્રી રામની પૂજા અર્ચન કરીને દિવ્ય ક્ષણની અનુભૂતિ થઇ શકે.
અવનીએ આ રીતે જન્મદિવસ એટલા માટે ઉજવ્યો કારણ કે, આજ કાલ જન્મદિવસ ઉજવવાની પરંપરા ઉતરોતર વધતી જતી જોવા મળે છે મારોએમાં કશો વિરોધ નથી પરંતુ કઈક એવી ભાવના સાથે ઉજવણી કરીએ કે જેમાંથી સમાજમાં લોકો પ્રેરણા લઈ શકે કારણકે પરમાત્મા એ આપેલા આ પંચભૌતિક દેહનો એક દિવસ નાશ થવાનો છે એ નક્કી છે તો આ દેહ માંથી પ્રાણ જાઈ તે પહેલા એવું કરીએ કે જે જીવનનું અમૂલ્ય સંભારણું બની રહે.