ભારતના નાના એવા ગામનો યુવક લાવ્યો ચીનની લાડી ! પ્રેમ કહાની એવી કે ભલભલી ફિલ્મી સ્ટોરી પાછી પડે..જુઓ લગ્નની તસવીરો
ચીનની લાડી ને બિહારનો વર! આવા લગ્ન તમે ક્યારેય નહી જોયા હોય, હાલમાં લગ્નના સમયગાળામાં અનેક પ્રકારના લગ્નના કિસ્સાઓ આવી રહ્યા છે કે વિદેશી યુવતીએ ભારતીય યુવક સાથે લગ્ન કર્યા હોય. વાત જાણે એમ છે કે, ભારતના એક યુવાન અને ચીનની એક યુવતીની પ્રેમકથાએ આ બધી સરહદો અને દુશ્મનીઓને પાર કરીને બંનેના પરિવારોને એક કરી દીધા છે.
ખગડિયા જિલ્લાના બબુઆગંજના રહેવાસી રાજીવ કુમાર છેલ્લા 10 વર્ષથી ચીનમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. રાજીવે જણાવ્યું હતું કે તેઓ ચીનમાં ચાઇનીઝ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિનો અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના જે કોલેજમાં અભ્યાસ કરતા હતા, તે જ કોલેજમાં ચીનની રાજધાની બિજિંગની રહેવાસી લુઈ ડેન પણ અભ્યાસ કરતી હતી. અભ્યાસ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો.
પ્રેમ થયા બાદ બંનેએ આ પ્રેમને સફળ બનાવવાનું નક્કી કર્યું. તેઓએ પોતાના પરિવારોને પણ આ પ્રેમ વિશે જણાવ્યું. રાજીવના પરિવારને ચીનની છોકરી સાથે લગ્ન કરવાની વાત સાંભળીને પહેલા તો થોડો અસમંજસ થયા હતા. પરંતુ પછી તેઓએ પોતાના પુત્રની ખુશી માટે તેમની રાજીમંજૂરી આપી દીધી.
બિજિંગથી લુઈ ડેન પોતાના પરિવાર અને કેટલાક મિત્રો સાથે સોમવારે ખગડિયા પહોંચી હતી. બંને પરિવારોએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. મંગળવારે રાત્રે ખગડિયાના એક હોટેલમાં રાજીવ અને લુઈની હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા અને આ લગ્નની ચારો તરફ ચર્ચાઓ થઇ રહી છે.