Gujarat

ગુજરાતમાં કોરોના ફરી વકર્યો?? આ શહેરમાં એક સાથે આવ્યા એટલા કેસ કે હવે દરેકને ચેતવું પડશે.. જાણો ક્યાં કેટલા કેસ આવ્યા?

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છે કે, કોરોના વાયરસ આપણા દેશમાં પહેલેથી જ ઘણા લોકોના મુત્યુ થયા. હવે ફરી એકવાર અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ધીમે ધીમે વધવા લાગ્યા છે. એક જ દિવસમાં 11 નવા કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.

અમદાવાદ શહેરના નવરંગપુરા, થલતેજ, બોડકદેવ, સાબરમતી, વટવા અને જોધપુર જેવા વિવિધ વિસ્તારોમાં નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા 6 લોકોની યાત્રાકીય ઇતિહાસમાં વિદેશ યાત્રાનો ઉલ્લેખ છે. જેમાં 1 દુબઈથી, 1 કેરળથી, 1 હૈદરાબાદથી, 1 કેનેડાથી, 1 અમેરિકાથી અને 1 કઝાકસ્તાનથી અમદાવાદ આવ્યો છે. હાલના સમયે શહેરમાં કોરોનાના 33 એક્ટિવ કેસ છે.

આ નાનો ઉછાળો ચિંતાજનક છે. પણે સાવધાની રાખવી જ પડશે. માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને હાથ ધોવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જરૂરી છે. બીમારીનો ડર તો રહે જ છે, પણ બેદરકારી આપણને ભારે પડી શકે છે. આપણે અગાઉના ખરાબ સમયના પાઠ યાદ રાખવા જોઈએ અને સાવધાની રાખવી જોઈએ.

આરોગ્ય કર્મચારીઓ માટે આ એક નવો પડકાર છે. હોસ્પિટલોએ તપાસ સુવિધાઓ અને આઈસોલેશન બેડ તૈયાર રાખવા જોઈએ. મહત્વનું છે જલ્દી ઓળખી કાન્ટેક્ટ ટ્રેસિંગ કરવું, જેથી સ્થિતિ વકરતી અટકાવી શકાય.ચિંતા વચ્ચે પણ એકતા આપણું હથિયાર છે. દરેક નાગરિકની જવાબદારી આ બીમારી સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાવધાની, જવાબદારી અને એકતા આપણને આ જંગ જીતવામાં મદદ કરશે. આપણે સૌ સાવચેત રહીએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *