રવીન્દ્ર જાડેજાની સાદગીના દીવાના થઈ જાશો તમે પણ!! બળદ ગાડું લઈને નીકળ્યા… જુઓ વિડીયો
મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમના ખુબજ જુના અને જાણીતા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આજે કોણ નથી ઓળખતું તેમજ આપણા ગુજરાતનું નામ તેમણે વિશ્વ લેવલે ખુબજ રોશન કર્યું છે. તો વળી ખુબજ નામના અને અઢળક સંપત્તિ હોવા છતાં પણ તેઓ પોતાની સાદગીથી અવાર નવાર તેમના ચાહકોનું દિલ જીતી લેતા હોઈ છે. હાલમાં પણ તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ વીડિયો વિષે જણાવીએ તો તેઓ ખાસ કરીને તો ઘોડાની સવારીના ખુબજ શોખીન છે. પરંતુ આ વીડિયોમાં તેઓ બળદ ગાડું ચલાવતા નજરે આવે છે. તેમનો આ વિડીયો તેમનાજ એક ફાર્મ પર નો છે કે ત્યાં જેવો બળદ ગાડું ચલાવતા નજર આવી રહ્યા છે. આમ રવિન્દ્ર જાડેજા જેટલા ક્રિકેટ મેદાનમાં ફેમસ છે, એટલા જ સોશિયલ મીડિયામાં લોકપ્રિય છે. જાડેજા ક્યારેક રોયલ લુકમાં જોવા મળે છે, તો ક્યારેક સિંહ સાથે સેલ્ફી લેતા જોવા મળે છે.
તેમજ રવિદ્ર જાડેજાને ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ તો સર જાડેજા કરીને પણ બોલાવતા જોવા મળતા હોઈ છે. આ નામ તેમનીજ ટીમના ખેલાડી એમ.એસ. ધોની દ્વારા પાડવામાં આવ્યું હતું. વાયરલ વીડિયોની વાત કરવામાં આવે તો આ વિડીયો શેર કરતાની સાથે તેમની કેપશનમાં લખ્યું છે કે ‘વિન્ટેજ રાઈડ’ તો વળી હાલ આ વિડીયોને 9 લાખ થી પણ વધુ લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.
આમ પોતાનો આ વિડીયો તેમણે ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર પોસ્ટ પણ કર્યો છે. જેને અત્યાર સુધીમાં 9.8 મિલિયન લોકોએ જોઈ લીધો છે તેમજ આ વિડીયો પર ઘણા યુઝર્સ અલગ અલહ કૉમેન્ટ પણ કરી રહ્યાં છે. એક યુઝર્સે ‘રાજપૂતાના’ લખ્યું છે, તો કોઈ યુઝર્સે કૉમેન્ટમાં ‘હવે બાપુ સાચા.. હો..’, જ્યારે અન્ય એક યુઝર્સે ‘બાપુ…કઈ નઈ ઘટે હો…’ જેવી કૉમેન્ટ કરી છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.