બૉલીવુડ જગત તથા ટીવી જગતના દરેક કલાકારોની આંખોમાં આંસુ આવી ગયા હતા જયારે આ કલાકારનું નિધન થયું ! 40 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા.
મિત્રો તમને ખબર જ હશે કે હાલના સમયમાં અનેક એવા મોટા કલાકારો ગાયક કલાકારો તથા એક્ટિંગ જગતના દિગ્ગ્જો હવે આ દુનિયામાં નથી રહ્યા, અમુક કલાકારો હાર્ટઅટેકને લીધે તો અમુક બીજી કોઈ તકલીફને કારણે મૌતને ભેટી ગયા છે. તમને ખબર જ હશે કે દિગ્ગ્જ કલાકાર એટલે કે શ્રીદેવી, ઋષિ કપૂર તથા સતીશ કૌશિક જેવા અનેક મોટા મોટા કલાકરો હવે આ દુનિયામાં નથી રહ્યા પણ તેમ છતાં આજે પણ તેમને યાદ કરવામાં આવે છે.
આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ કલાકાર વિશે જણાવાના છીએ જેણે સાવ નાની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ કલાકાર બીજું કોઈ નહીં પરંતુ સિદ્ધાર્થ શુક્લા છે. સિદ્ધાર્થ શુક્લાને તો તમે ઓળખતા જ હશો કે તેઓ બિગ બોસ વિનર રહી ચુક્યા છે તેમ જ અનેક ટીવી સિરિયલ તથા ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલ છે, પોતાની એક્ટિંગથી ટીવી જગતમાં લોહો બંધાનાર સિદ્ધાર્થ શુકલા હવે તો આ દુનિયામાં નથી રહ્યા.
તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુકલાનું 2 સપ્ટેમ્બર 2021 ના રોજ તેમનું નિધન થયું હતું, ફક્ત 40 વર્ષની યંગ વયમાં જ તેમનો જીવ જતા પરિવારમાં તો શોકનું મોજું ફરી વળ્યું હતું પણ સાથો સાથ તેમના ફેન્સ પણ દુઃખના આંસુએ રડી પડ્યા હતા, ખબર અનુસાર સામે આવ્યું હતું કે તેમના મૃત્યુનું કારણ બીજું કાંઈ નહીં પરંતુ હાર્ટઅટેક હોવાનું સામે આવ્યું હતું.
રોજ જિમ જવું તથા પોતાની બોડિફિટનેસ પર આટલું બધું ધ્યાન આપનાર સિદ્ધાર્થ શુકલાનું આટલી નાની વયની અંદર જ મૃત્યુ થઇ જતા સૌ કોઈ ચોકી જ ઉઠ્યું હતું. સિધાર્થ શુકલાનું નિધન થાય તેની પેહલા તેઓએ પોતાની માં પાસેથી પાણી માંગ્યું હતું અને તબિયત સારી ન હોવાનું કહ્યું હતું જે બાદ તેઓ સુઈ ગયા હતા જે બાદ સવારે 8 વાગે તેઓ ન ઉઠતા તરત જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ બજાવતા તબીબોએ તેઓને મૃત ઘોષિત કરતા સૌ કોઈ શોકમાં ગરકવાવ થયું હતું
સિદ્ધાર્થ શુકલા બિગ બોસ વિનર તો હતા જ તે પરંતુ સાથો સાથ તેઓએ”બાલિકા વધુ”,”સીઆઈડી”,”અજનબી” જેવી અનેક ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું તેમ જ બૉલીવુડની “હમ્પટી શર્મા કી દુલ્હનિયા” માં પણ પોતાનું કિરદાર નિભાવ્યું હતું.