Gujarat

પતંગરસિયાઓ માટે આનંદના સમાચાર, અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી ! કહ્યું ‘પવન…જાણો વિગતે

Spread the love

ઉત્તરાયણ એ વર્ષનો સૌથી મોટો તહેવાર છે. આ તહેવાર ભારતીય સૌર કેલેન્ડર મુજબ મકર સંક્રાંતિના દિવસે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણનો દિવસ એવો દિવસ છે જ્યારે સૂર્ય ધ્રુવવૃત્તથી ઉત્તર તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. આ દિવસથી ઉત્તર ગોળાર્ધમાં દિવસો લાંબા અને રાત્રિઓ ટૂંકી થવા લાગે છે. તેવામાં હાલ ઉતરાયણને લઈને અંબાલાલ પટેલે પવનની ગતિની કરી આગાહી. આવો તમને વિગતે જણાવીએ.

આમ પતંગરસિયા માટે ખુબજ સારા સમાચાર સામા આવી રહયા છે. મળતી માહિતી મુજબ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2024 ની ઉત્તાયણનાં દિવસે કચ્છ, સુરેન્દ્રનગર, સુરત, વલસાડમાં પવનની ગતિ પ્રતિ કલાકે 16 કિમીની રહેવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, જામનગરમાં પ્રતિ કલાકે 12 કિમી પવનની ગતિ રહેશે.

તેમજ આ વખતે પવન ઈશાન બાજુ રહેવાની શક્યતાઓ છે. તેમજ દિવસ દરમ્યાન પવન ફરતો પણ રહેશે. ઉત્તરાયણનું મહત્વ ધાર્મિક અને સાંસ્કૃતિક બંને છે. ધાર્મિક રીતે, ઉત્તરાયણ એક શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો સ્નાન, દાન અને પૂજા-પાઠ કરે છે. ઉત્તરાયણના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને પતંગ ચગાવવાનાર લોકો માટે આ તહેવાર અતિ પ્રિય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *