કેનેડામાં જામ્યો આપણા ગુજરાતી ગરબાનો રંગ ! લોકોએ મળીને એટલા જોરદાર ગરબા રમ્યા કે વિડીયો જોઈ તમે કહેશો “હા આપણા ગુજરાતીઓ…
વર્તમાન સમય વિશે જો વાત કરવામાં આવે તો હવે શ્રાવણ માસ શરૂ થઇ ચુક્યો છે એવામાં ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ આપણા દેશના ખૂણે ખૂણે ભગવાન મહાદેવની ભક્તિમાં ભક્તો લિન થયા છે અને ‘બમ બમ ભોલે’ ના નાદ સાથે દર્શન કરી રહ્યા છે,એવામાં હાલ દેશના અનેક એવા મોટા શિવ મંદિરોમાં લોકો ભારે ભીડમાં ભગવાનના આશીર્વાદ માટે જઈ રહ્યા છે,આથી જ સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે.
હવે શ્રાવણ માસ તો શરૂ થઇ ગયો ફક્ત ભાદરવો માસ કાઢવાનો રહેશે એટલે આપણા ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર માનો એક તહેવાર એટલે નવરાત્રી શરૂ થઇ જશે. તમને ખબર જ હશે કે હાલ રાજ્યના અનેક મોટા શહેરોમાં અત્યારથી જ નવરાત્રી માટેના ક્લાસીસી શરૂ થઇ ચુક્યા છે જ્યા લોકો ભારે સંખ્યામાં ગરબા સીખવા માટે જઈ રહ્યા છે, હવે આ વાત પરથી જ તમે કહી શકો છો કે આપણા તમામ લોકોની અંદર નવરાત્રિનો ક્રેઝ કેટલો બધો હશે.
હવે આપણા રાજ્ય ગુજરાતમાં તો ખરી જ પરંતુ વિદેશ તથા આપણા જ દેશના બીજા અનેક રાજ્યોમાં પણ નવરાત્રીનું અનેરું મહત્વ હોય છે કારણ કે ત્યાં એક મોટા સમૂહમાં ગુજરાતીઓ વસવાટ કરે છે, એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ ઝડપી રીતે વાયરલ થઇ રહ્યો છે જેમાં કેનેડાની અંદર ગુજરાતીઓ ખુબ હર્ષો ઉલ્લાસ અને આનંદ સાથે ગરબે જુમી રહ્યા છે, આ વિડીયો તમામ લોકોને એટલો બધો પસંદ આવ્યો કે વિડીયો પર લાખો સંખ્યામાં લાઈક આવી ચુકી છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો આ વીડિયોમાં જો શકાય છે કે ગુજરાતી લોકોનો એક મોટો એવો સમૂહ વિડીયોની અંદર ગરબા રમી રહ્યો છે, જેમાં ગદ્દર ફિલ્મનું ગીત ‘મેં નિકલા..’ ગીત ગાતા જ તમામ લોકો આનંદિત જ થઇ જાય છે અને હર્ષો ઉલ્લાસ સાથે ગરબા રમવા લાગે છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે, તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram