બૉલીવુડની અભિનેત્રી રવિના ટંડન દીકરી સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, જુઓ આ ખાસ તસવીરો આવી સામેં….
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર રવીના ટંડનની ચર્ચાઓ થઇ રહી છે કારણ કે રવીના પોતાની દીકરી સાથે સૌરાષ્ટ્રની મહેમાન બની છે. તમને જાણીને આશ્ચય થશે કે રવીના પોતાની દીકરી સાથે દિવ્ય જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોચી.
વિગતવાર જાણીએ તો, બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન તાજેતરમાં જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં પહોંચી હતી. તેણી તેની પુત્રી સાથે સોમનાથ મહાદેવના પહેલા દર્શન માટે આવી હતી અને તે સમયે એક અલૌકિક દ્રશ્યને સાક્ષી બની હતી અને સોમનાથ દર્શનની યાદગાર ઘડી તેમને સોશિયલ મીડિયામાં શેર કરી.
રવીનાએ પોતાની દીકરી સાથે સોમનાથ મંદિરમાં પૃજારીઓની સાક્ષીઓમાં વિધિવત રીતેશ્રી સોમનાથ મહાદેવને જળાભિષેક કરેલ તેમજ પૂજા અર્ચન કરેલ. આ દિવ્ય ઘડીથી અભિનેત્રી રવીના ટંડન ભાવવિભોર થઈ ગઈ હતી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ શુભ પ્રસંગે, સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા અભિનેત્રી રવીના ટંડનને સોમનાથ મહાદેવની પ્રતિમાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ખાસ મુલાકાતે રવીના ટંડને તેમની આધ્યાત્મિક રીતે ધન્યતા વ્યક્ત કરી અને સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવાની ખુશી વ્યક્ત કરી.
રવીના ટંડનને સોમનાથ દર્શનની રીલ્સ શેર કરતાની સાથે કેપશનમાં લખ્યું કે, ‘સોમનાથ! ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ. ઉર્વરુકમિવ બંધનાન્મૃત્યોર્મુખિયા મામૃતાત્ || હર હર મહાદેવ!’ આ સાથે તેમણે લખ્યું છે કે આ તસવીરો સોમનાથ મંદિર ટ્રસ્ટની પરવાનગી બાદ શેર કરવામાં આવી છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.