અમદાવાદ એરપોર્ટ પર ગજબની દાણચોરી પકડાય ! મહિલાએ 49 લાખનું સોનુ છુપાવા એવો કીમિયો રચ્યો કે કસ્ટમ અધિકારીઓ ચોંક્યા…જાણો ક્યાં છુપાવ્યું હતું
મિત્રો આપ સૌ કોઈ જાણો જ છો કે આખા દેશમાંથી અનેક વખત દાણચોરીના કિસ્સાઓ સામે આવે છે જેમાં લાખો રૂપિયાના સોનાને આપણા દેશની અંદર છુપાવીને લાવવામાં આવે છે આ કારણોને લીધે જ હાલ હવે દરેક એરપોર્ટ પર સઘન તપાસ કરવા માટે અનેક અધિકારીઓને રાખવામાં આવે છે જેમાં અનેક દાણચોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે, એવામાં એક ખુબ જ ચોંકાવી દેતો દાણચોરીનો બનાવ સામે આવ્યો છે જેના વિશે જાણી તમારા હોશ જ ઉડી જશે.
કે આ મામલો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનો છે જ્યા એક મહિલાએ અબુ ધાબી માંથી સોનુ ભારતમાં છુપાવીને લાવી હતી, સોનુ પણ મહિલાએ એવી જગ્યાએ છુપાવ્યું હતું કે તે જાણીને કસ્ટમ અધિકારીઓનું પણ માથું જ ચકરાય ગયું હતું, આમ તો તમે જોયું હશે કે લોકો ફોનની અંદર, અથવા તો બેગમાં કોઈ જગ્યાએ તો અમુક તો માથા પણ સોનુ ચિપકાવીને લાવતા હોય છે પરંતુ હાલ આ ખુબ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
જેમાં આ મહિલાએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને સેનેટરી પેડની અંદર સોનુ છુપાવીને લાવી હતી પરંતુ પોતાના ઈરાદામાં સફળ થઇ શકી હતી નહીં, કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આ મહિલાની સંભવિત ચોરના રૂપમાં તેની ઓળખ કરી હતી અને મહિલાની પુરી તપાસ તથા ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં આ સોનાની પેસ્ટ સેનેટરી પેડની અંદરથી મળી આવી હતી.
zee news ના એહવાલ મુજબ જાણવા મળ્યું છે કે 24 કેરેટની શુદ્ધતા વાળું 763.360 ગ્રામ સોનુ આ મહિલા પાસેથી મળી આવ્યું હતું, જો આટલા સોનાની કિંમત અંદાજે બાજારભાવે 49,07,641 રૂપિયા થાય છે, હાલ તો આ સોનાને કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યું છે અને મહિલા વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે.