બોલીવુડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફે લીધી કચ્છના સફેદ રણની મુલાકાત ગુજરાતીમાં કહ્યું,”એક નંબર બાપુ…જુઓ વિડીયોમાં
બોલિવૂડ એક્ટર જેકી શ્રોફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પહેલા પણ તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થયો હતો જેમાં તેઓ મુંબઈમાં આવેલા રામ મંદિરના પગથિયાં સાફ કરતા જોવા મળ્યા હતા. તેમના વિષે વાત કરીએ તો તેઓ બોલિવૂડના દિગ્ગજ અભિનેતાની સાથે સાથે અભિનયની સાથે પર્યાવરણનું પણ ખૂબ ધ્યાન રાખે છે. તે દરેક લગ્ન, પાર્ટી અને ફિલ્મ પ્રીમિયરમાં યજમાનને છોડની ભેટ આપતો જોવા મળ્યો છે. હવે તે સ્વચ્છતામાં યોગદાન આપતો જોવા મળે છે. ખરેખર, જેકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે
આ વાયરલ વિડિઓની મળતી માહિતી પ્રમાણે તેઓ તેમના ફિલ્મની શૂટિંગ કરવા માટે કચ્છના સફેદ રણમાં આવેલા હોઈ છે. તેઓ વીડિયોમાં બોલે છે કે “રણ ઓફ કચ્છ ” આપડો કેમલનો ફૂટ પ્રિન્ટ્સ… એક નંબર નમક..રણ ઓફ કચ્છ બેસ્ટ ” આ પછી વિડીયોમાં આગળ બોલે છે કે આપણો રણ ઓફ કચ્છ એક નંબર બાપુ, પહેલી વાર આવ્યો અને આવતો રહીશ એટલી સુંદર જ્ગ્ય્યા છે.”
આમ મળતી માહિતી પ્રમાણે જેકી શ્રોફ તેમની ફિલ્મ ટૂ ઝીરો વેન ફોરના શૂટિંગ માટે કચ્છના રણની મુલાકાતે આવ્યા હતા. અને આ દરમિયાન તેમણે કચ્છના રણની સુંદરતા જોઈ ખુબજ અભિભૂત થયા હતા. તેમજ આ વીડીયોમાં પણ તેઓ કચ્છના રણની સુંદરતા તેમજ ત્યાંના અધભૂત દ્રશ્યોની વાતો કરી રહ્યા હતા. તેમજ તેઓ આ વીડિયોમાં ગુજરાતી બોલતા પણ નજરે આવ્યા હતા.
તેઓએ શરૂ વિડીયોમાં બોલ્યું હતું કે કચ્છનું રણ એક નંબર બાપુ. આમ હાલ તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. આમ તેઓ કચ્છના રણ ને જોઈને ખુબજ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. હાલ તેમનો આ વિડીયો ગુજરાતના લોકોને ખુબજ પસંદ પણ આવી રહ્યો છે તેમજ વિડીયોને અત્યાર સુધી હજારોની સંખ્યામાં લોકોએ જોઈ ચુક્યો છે.
View this post on Instagram