1-કિલો ઘી ના 51,000 રૂપિયા ! આયુર્વેદિક થી તૈયાર કરેલ પ્રોડક્ટ ની આજે 123-દેશો માં છે માંગ. ગુજરાત ના આ ખેડૂત…
આપણા ભારતમાં વસતા મોટા ભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે. ભારતમાં વસતા લોકો ખેતી કરીને પોતાના ઘરનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ ઘણા ખેડૂતો એવા હોય છે કે જે પોતાની સુઝબુઝ થી લાખો રૂપિયાની કમાણી કરતા જોવા મળે છે. એવા જ એક ગુજરાતના ગોંડલમાં રહેતા રમેશભાઈ રૂપારેલીયા કે જેને એક અનોખી એવી પ્રોડક્ટ બનાવી છે. કે જે આજે દુનિયાના 123 દેશોમાં તે વહેંચે છે.
વધુ વિગતે જાણીએ તો ગોંડલમાં રહેતા રમેશભાઈ રૂપારેલીયા કે જેને ગૌ જતન નામની સંસ્થા બનાવી હતી. અને તે બહુ આધારિત ખેતી કરે છે. આ સંસ્થા ગોંડલ થી સાત કિલોમીટર દૂર વોરાકોટડા રોડ પર આવેલી છે. આ સંસ્થામાં રમેશભાઈ રૂપારેલીયા કે જે ગીર ની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા આ સંસ્થામાં જોવા મળે છે. ગીર ગૌ જતન સંસ્થા નામની ગૌશાળા તથા સંસ્થા તે ચલાવી રહ્યા છે. અહીં તે વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે.
જેમાં તે આયુર્વેદિક અને વૈદિક શાસ્ત્રોથી અનેક પ્રકારના ઘી તૈયાર કરે છે. તે ઘી તૈયાર કરીને તે ₹3,300 થી લઈને 51 હજાર રૂપિયા સુધીમાં તે કિલોના ભાવે વેચે છે. તેની વાત કરીએ તો આ ઘીની બનાવટમાં તે 34 પ્રકારની આયુર્વેદિક જડીબુટ્ટી સેવન ગાયોને કરાવવામાં આવે છે. ત્યારબાદ ઘી તૈયાર કરવામાં આવે છે. આ ઘી લેવા માટે લોકો ખૂબ જ સંખ્યામાં ઉમટી પડે છે. ખાસ કરીને આરબ શેઠ થી લઈને અમેરિકાના લોકો માં ઘી ની માંગ હોય છે. આ સંસ્થાની વાત કરીએ તો આ સંસ્થામાં ઘી, દૂધ અને છાશ તો બને જ છે સાથે સાથે અગરબત્તી, સાબુ અને સેમ્પુથી લઈને અનેક એવી ગાય આધારિત 170 થી પણ વધુ વસ્તુઓનું ઉત્પાદન થાય છે.
30 જેટલી ગાયનું ઘી પણ બનાવવામાં આવ્યું છે. અને ઘી નું ઓનલાઇન વેચાણ પણ કરવામાં આવે છે. સાથે સાથે આ સંસ્થામાં ગાયના ગોબર કરેલા આવાસના મકાનો બનાવવામાં આવ્યા છે. અને તેમાં ગામડાના કુદરતી વાતાવરણની વચ્ચે ગોંડલના રમેશભાઈ રૂપારેલીયા ની સંસ્થા માં ગીરની ઘણી બધી ગાયો રહે છે. ગાયોના પાલન વૈદિક શાસ્ત્ર અનુસાર આયુર્વેદિક પદ્ધતિથી જ કરવામાં આવે છે. અને ગાયની પૂજા પણ કરવામાં આવે છે. આમાં રમેશભાઈ રૂપારેલીયા ની સાથે અનેક ખેડૂતો પણ જોડાયેલા છે. અને પોતાની સુઝબુઝ થી આજે લગભગ 123 દેશોમાં તેની અવનવી પ્રોડક્ટનું વેચાણ કરે છે. 170 થી પણ વધુ પ્રોડક્ટ બહાર વિદેશમાં આ સંસ્થા ના નામથી વહેંચાય છે અને ખૂબ જ ડિમાન્ડ રહે છે.