આ ગુજરાતી વ્યક્તિ એ શરુ કરી હતી બાલાજી કંપની ની શરુવાત! આજે છે 10 હજાર કરોડ નુ સામ્રાજ્ય…જાણો તેમની સફળતાની કહાની
જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિ એવી એવી શોધ કર્તા હોઈ છે જે બધાજ લોકો માટે ખુબજ ઉપયોગી બની જતી હોઈ છે હાલ એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું. જે આજે ખુબજ નામચીન કંપની એટલે કે બાલાજી વેફર્સના ચેરમેન છે. જેણે આજે આ કંપનીને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી છે. આજે અમે તમને તેમની સફળતા વિશે જણાવીશું.
વાત કરીએ તો ચંદુભાઇ વિરાણી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના એવા ધૂંધોરાજી ગામના ખેડૂત પુત્ર છે. વર્ષ 1974માં તેઓ નોકરીની શોધમાં રાજકોટ આવ્યા હતા અને એ સમયે રાજકોટની એક માત્ર એસ્ટ્રોન સિનેમાઘરમાં 2 વર્ષ સુધી કેન્ટીનમાં નોકરી કરતા હતા બાદમાં કેન્ટીનનું સંચાલન તેઓએ સાંભળ્યું હતું અને કેન્ટીનની સાથે 8 વર્ષ સુધી એક શાળામાં કેન્ટીનનું સંચાલન શરૂ કર્યું હતું. કંઈક કરવાના ઉદ્દેશ સાથે ચંદુભાઇ વિરાણી પોતાના જીવનમાં આગળ વધતા ગયા અને પોતાના ઘરે વેફર્સ બનાવવાની શરૂઆત કરી હતી. ચંદુભાઇ વિરાણીએ જણાવ્યું હતું કે તેઓની આ પ્રાથમિક શરૂઆત દરમિયાન લોકો એવું માનતા કે પેકેટમાં બંધ આવતી વેફર ની ગુણવતા સારી ન હોય અને આ માનસિકતા દૂર કરવા તેઓ સારી ગુણવતા યુક્ત વેફર્સ આપવા દ્રઢ નિશ્ચય કર્યો હતો અને બાદમાં કાલાવડ રોડ પર તેઓએ પ્લાન્ટ ની સ્થાપના કરી લોકોને ગુણવતા યુક્ત પેકેટ વેફર્સ પહોંચાડવા કામ શરૂ કર્યું હતું.
વાત કરીએ તો આજના સમયમાં સમયમાં નમકીનની દુનિયામાં નેશનલ અને ઈન્ટરનેશનલ કંપનીઓ છે. એમાં ગુજરાતની બાલાજી વેફર્સે પોતાનું એક અલગ સ્થાન અને નામ બનાવ્યું છે. બાલાજી વેફર્સને ખરીદવા માટે દેશ-વિદેશની કંપનીઓ પડાપડી કરી રહી છે. બાલાજી વેફર્સની શરૂઆત અત્યંત નાના પાયે થઇ હતી અને આજે વેફર્સમાં બાલાજીનો કોઇ પર્યાય નથી. તેનું ટર્નઓવર 1800 કરોડથી વધુ છે. વકત આક્રોએ તો આમ હાલમાં Hurun India Rich list 2020એ ધનિકોની બહાર પાડેલી યાદીમાં બાલાજી વેફર્સના ત્રણેય ભાઈઓનો સમાવેશ કર્યો હતો. જેમાં ચંદુભાઈ વિરાણી 2,800 કરોડ, કાનજીભાઇ વિરાણી 2,800 કરોડ અને ભીખાભાઈ વિરાણી 3,300 કરોડના માલિક છે.
તેમજ વાત કરીએ તો વેફરનું નામ પડે એટલે પહેલું નામ યાદ આવે બાલાજીનું. નમકીનની ટેસ્ટી દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. બાલાજી વેફર્સ એ પેપ્સિકો જેવી વિદેશી કંપનીઓને હંફાવી રાખી છે. બાલાજીના મહેનતું માલિક ચંદુભાઈ વિરાણીએ આજે તેના થકી 10 હજાર કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. અબજોપતિ હોવા છતાં ચંદુભાઈ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. આજે પણ તેઓ જૂના મિત્રો સાથે સમય ગાળે છે, લગ્ન પ્રસંગોમાં હાજરી આપીને તેમની સાથે ગરબે પણ ઘુમે છે અને પરિવારના બાળકોને પોતે જાતે વેફર તળીને ખવડાવે છે.
તેમજ બહુ ઓછા લોકો જાણતા હશે કે એક સમયે તેઓ રાજકોટની એસ્ટ્રોન ટૉકીઝની કેન્ટીનમાં કામ કરતા હતા. ચંદુભાઈ પોતાનો ભૂતકાળ ભૂલ્યા નથી અને સામાન્ય લોકો સાથે પણ સામાન્ય વ્યક્તિની જેમ જ વર્તે છે. ભૂતકાળને વાગોળતા તેઓ કહે છે કે, જ્યારે એસ્ટ્રોનમાં નોકરી કરતો હતો એ સમયે મારી સાથે વિજયભાઈ શાહ નોકરી કરતા હતા અને ચંદુભાઈ ઠક્કરની રેકડી હતી. આજે પણ આ બંને સાથે ઘરે જઈને જમવાના સંબંધ છે. વિજયભાઈને રેડીમેડ ગાર્મેન્ટની દુકાન છે અને ચંદુભાઈ સેન્ડવિચની દુકાન ચલાવે છે. તેઓ એસ્ટ્રોન ટૉકીઝની કેન્ટીનમાં જોડાયા ત્યારે સૌ પહેલા 1974-1982 સુધી બહારથી વેફર લાવીને કેન્ટીનમાં વેચતા હતા.
આમ 1982થી ઘરે જ વેફર બનાવવાની શરૂઆત કરી હતી. પહેલા લોકો ખાસ આવી રીતે વેફર ખાતા ન હતા અને વિચારતા કે આ ક્યારે બનેલી હોય. રાજકોટમાં એ સમયે ગોરધનદાસ તાવડો રાખીને વેફર વેચતા હતા. ધીમે ધીમે અમારું વેચાણ વધ્યું તો આસપાસની દુકાનોમાં સપ્લાઇ શરૂ કરી અને પછી આખા શહેરમાં વેચાવા લાગી. વેચાણ વધતાં લાગ્યું કે હવે ઘરેથી પહોંચી શકાશે નહિ, એટલે 1989માં આજી GIDCમાં જગ્યા રાખી અને બેંક લોન લઈને પ્રોડક્શન શરૂ કર્યું.
તેમના ભાઈ કનુભાઈને ટેક્નિકલ સમજ હતી એટલે 1992માં ઓટોમેટિક પ્લાન્ટ બનાવ્યો અને આજે હવે સમય પ્રમાણે તેમના અને તેમના ભાઈઓનાં સંતાનો નવી નવી ટેકનોલોજી અને માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી અને બિઝનેસને આગળ વધારી રહ્યા છે. તેમજ બાલાજી પરિવાર સાથે આશરે પાંચ હજાર 5000 કર્મચારી જોડાયેલા છે. ચંદુભાઈ માટે તેઓ કર્મચારીઓ નથી, પણ પરિવાર સમાન છે. તેમજ તેમની કંપનીના સ્ટાફમાં 70 ટકા મહિલાઓ છે. ચંદુભાઈ વિરાણી કહે છે કે, પુરુષની સરખામણીએ મહિલામાં એકાગ્રતા વધારે હોય છે. તેમજ આપણી સંસ્કૃતિમાં તો મહિલાને રસોઈની રાણી કહેવાય છે. તેથી અમારે ત્યાં મહિલાઓને મોટી સંખ્યામાં કામ આપવામાં આવે છે.