પોતાના પતિના મૃત્યુ પછી પત્નીએ કર્યું એવું કામ કે જેના કારણે બાળકોને એક સાથે ગુમાવવો પડ્યો માતા પિતાનો સાથ આ મહિલાએ……
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન એ દરેક યુવક અને યુવતી માટે ઘણો જ મહત્વ પૂર્ણ પ્રસંગ છે લગ્ન ગ્રંથિ ને કારણે જોડાયેલ યુગલ એક બીજા સાથે એક જન્મ નહિ પરંતુ જન્મો જન્મ સાથે રહેવાનું વચન આપે છે. વળી આવનાર જીવનમાં ગમ્મે તેટલી મુસીબતો કેમ ના હોઈ પરંતુ તેઓ બંને સાથે મળીને આવી તમામ મુસીબતોનો સામનો કરવાની જવાબદારી લે છે.
આપડે અહીં એક એવાજ બનાવ વિશે વાત કરીશું કે જ્યાં એક પત્ની એ પોતાના પતિને આપેલ વચન નિભાવ્યું અને તેણે પોતાના પતિનો સાથ ન છોડ્યો પતિનો સાથ મેળવવા તે પત્ની મૃત્યુ નો રસ્તો પણ આપનાવ્યો. તો ચાલો આ ઘટના વિશે વિસ્તારથી માહિતી મેળવીએ. આ ઘટના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ગામમાં રહેતા એક દંપતી વિશે છે. આ ગામમાં રહેતા 30 વર્ષ ના સવુભા નવુભા જાડેજા ગોર્ડનનું કામ કરતી કંપની માં કાર્યરત હતા.
એક દિવસ તેઓને કામના સ્થળેજ હાર્ટઅટેક આવ્યો ત્યારે તેમને પ્રાથિમિક સારવાર આપી અહીંની જીકે જનરલ હોસ્પિટલ માં લઇ જવાય જ્યાં નિદાન દરમિયા તેઓનું અવસાન થયું. ત્યાર બાદ તેમના પરિવાર દ્વારા અંતિમ વિધિ માટે તેમને તેમના ગામ લઇ જવાયા જ્યાં તેમની અંતિમ સંસ્કારની વિધિ થઈ. હજી પતિના અવસાન ને એક દિવસ પણ નહોતો થયો ત્યાંતો પતિના વિયોગ માં તેમની પત્ની લીલાબા એ એસિડ પી લીધું.
તેમને સારવાર અર્થે પ્રથમ એક ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ જીકે હોસ્પિટલ માં લઇ જવાયા જ્યાં આજે સવારે પોણા આઠ આસપાસ તેમનું પણ મૃત્યુ થયું. જો વાત તેમના પરિવાર વિશે કરીએ તો તે બંને ના લગ્ન લગભગ 7 વર્ષ પહેલા થયા હતા તેમને એક 5 વર્ષ ની દિકરી અને એક 2 વર્ષ નો દિકરો છે બે જ દિવસમાં માતા પિતાના અવસાન ના કારણે આ બંને માસુમોએ એક સાથે માતા પિતાનો સાથ ગુમાવવો પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!