8 વર્ષોથી શોમાં ન દેખાતા દયાભાભીએ પોતાના પરિવાર સાથે આ મંદિર ખાતે કરી ભગવાનની પૂજા !! યજ્ઞ કર્યા બાદ કહી આ વાત…
હાલમાં સોશિયલ મીડિયા પર દયાબેનનો એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે દયાબેન પોતાના પરિવાર સાથે જોવા મળ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, દિશા વાકાણી 2008થી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા જેઠાલાલ ગડાના રોલમાં જોવા મળ્યા હતા અને તેમણે 2017માં પ્રસૂતિ રજા લીધી હતી. ત્યારથી તે શોમાં પાછી ફરી જોવા મળ્યા નથી, હાલમાં પણ મેકર્સ અને ચાહકો તેમના પરત આવવાની રાહ જોઈ રહ્યા છે. ખરેખર દયાબેનનું પાત્ર એટલું લોકપ્રિય છે કે તેમને લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વારયલ થયો છે, આ વિડીયો દ્વારા જાણવા મળ્યું છે કે પોતાના અંગત જીવનમાં વ્યસ્ત રહેતા દિશા વાકાણી જાહેરમાં જોવા મળ્યા છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, તેઓ પોતાના અને બાળકો અને પતિ સાથે અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે, વિડીયોમાં તેમણે પોતાનો અનુભવ પણ શેર કર્યો છે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ખારઘર નવી મુંબઈ ખાતે યોજાયેલ અશ્વમેધ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિનેત્રી દિશા વાકાણી પણ આ ક્ષણની સાક્ષી બની અને તેના માટે આભાર વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં દિશા વાકાણી મંત્રનો જાપ કરી રહી છે. આરતી કરવી અને હવન કરવું.
દિશા વાકાણીએ આ મહાયજ્ઞની ઉપાસનાનું મહત્વ સમજાવ્યું હતું. તેણે કહ્યું કે તેને આ મહાયજ્ઞ કરવાની તક મળી અને આ માટે તે પોતાને ભાગ્યશાળી માને છે. ભગવાન શ્રી રામે આ અશ્વમેધ યજ્ઞ કર્યો હતો અને હવે તેમણે પણ આ યજ્ઞ કર્યો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પણ અમે ગાયત્રી મંત્રની ખૂબ પૂજા કરી હતી. આવો યજ્ઞ થવો જોઈએ. સમગ્ર વાતાવરણ સુધરે છે. સારા વિચારો આવે છે અને બાળકો ઘણું શીખે છે.
View this post on Instagram