આ વૃદ્ધે તો ગઢપણમાં બતાવ્યો જવાની જેવો જોશ!! બુલેટ પર કરી દીધા એવા એવા સ્ટન્ટ કે બીકને મારે તમે ઘડીક આંખો બંધ કરી લેશો… જુઓ વિડીયો
માણસ પોતાનું જીવન શોખ પુરા કરવા માટે જીવે છે, એવા અનેક લોકો હોય છે કે જે પોતાના જીવનની પરિસ્થિતિ સામે લડીને પણ શોખ પુરા કરી લેતા હોય છે, પરંતુ કહેવાય છે ને આ જગતના લોકોના શોખ પણ અવનવા હોય છે. હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક સરદારજી ઘડપણના ઉંબરે આવ્યા પછી પણ સ્ટંટ કરી રહ્યા છે, આ જોઈને તમે પણ અચરજ પામી જશો. ખરેખર આ વિડીયો ખુબ જ ચોંકાવનાર અને ચેતવણી સમાન છે.
યુવાનોને તમે રોડ પર સ્ટંટ કરતા જોયા હશે પણ ઘડપણને ઉંબરે પહોંચવા આવ્યા હોય એવા લોકો પણ એવા ન કરવાના ખેલ કરે છે કે એને જોઈને આજની યુવા પેઢી શું શીખ લેય? આ વાયરલ વિડીયો ખરેખર એક રીતે ખુબ જ શરમજનક બાબત છે, ગાડી ચલાવવી એ ખોટી વાત નથી પરંતુ પોતાના જીવનની સાથે બીજાના જીવનને પણ જોખમમાં મૂકીને ગાડી ચલાવવી કાયદાકીય રીતે પણ યોગ્ય નથી, ખરેખર આ વિડીયો ખુબ જ ચેતવણી સમાન છે, આ વાયરલ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે, કઈ રીતે એક સરદારજી બુલેટ ગાડી પર સાઈડમાં બેસીને વગર હેન્ડલ પકડે બુલેટ રસ્તા પર ચલાવી રહ્યા છે. આ કઈ રીતે પોસિબલ બને તે વિચારવાને બદલે એ વાત ચેતવણી સમાન છે કે સરદારજી પોતાના જીવને જોખમમાં મૂકીને આવા સ્ટંટ કરી રહ્યા છે, આ કારણે અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. આ વિડીયો યુવાનોને પણ ગેરમાર્ગે દોરી શકે છે, જેથી યુવાનો ખાસ વાત યાદ રાખવી કે જાહેર માર્ગ પર આવા સ્ટંટ ક્યારેય ન કરવા જોઈએ.
View this post on Instagram