સુરત ના ડાયમંડ કીંગ સવજીભાઈ નો 185 કરોડ નો બંગલો જોશો તો આંખો ફાટી જશે , સુવિધા આટલી બધી કે જુવો તસ્વીરો
સવજીભાઈ ધોળકિયા એટલે સુરત શહેરના ડાયમંડ કિંગ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સમાજ સેવક.જેઓ પોતાની સાદગી અને નિખાલસ વ્યક્તિત્વ થી ઓળખાય છે. સવજીભાઇ જ્યારે સુરત શહેરમાં આવ્યા હતા ત્યારે તેમની પાસે માત્ર ટિકિટના ભાડાનાં પૈસા હતા અને આજે તેઓ સુરતના સૌથી ધનિક વ્યક્તિઓ પૈકી એક છે. આજે તેમને સંપત્તિ જે હાંસિલ કરી છે પોતાની મહેનત થી મેળવી છે અને આજે પણ તેઓ સંયુક્ત પરિવારમાં જ રહે છે એ મોટી ખાસિયત છે ધોળકિયા પરિવારની કારણ તમે અંબાણી પરિવારનું જોઈ શકો છો કે સંપત્તિનાં લિધે બે ભાઈઓ અલગ અલગ થઈ ગયા.
હાલમાં જ સવજીભાઈ એ પોતાના નાના ભાઇ માટે મુંબઈમાં રૂ.185 કરોડનો સી ફેશ આલીશાન બંગલો મુંબઈમાં લીધો છે, ત્યારે અમે આપને આ બંગલાની વિશેષતા વિશે જણાવશું.ઘનશ્યામ ભાઈ હરિકૃષ્ણ ડાયમંડ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે.
આ આલીશાન બંગલો તેમને એ માટે લીધો છે કારણ કે,લાંબા સમયથી તેમનો પરિવાર અને કેટલાક સ્ટાફના સભ્યો આવા ઘરની શોધમાં હતા. અંતે તેમને મુંબઈમાં બિલ્ડીંગ પસંદ આવી હતી. જે તેમની ઓફિસથી એકદમ નજીક છે.19886 સ્કેવર ફીટમાં આવેલ આ આલિશાન બંગલાનું નામ પન્હાર બંગલો છે. જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા 6 ફ્લોર આવેલા છે.
1349 સ્કવેર ફીટની જમીનના 47 કરોડ અને તેની સ્ટેમ્પ ડ્યુટી તરીકે 2.57 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સને 36.5 કરોડની લોન પેમેન્ટ પણ કરવામાં આવી હતી. ઘનશ્યામ ધોળકિયાના નામથી રજિસ્ટર્ડ થયેલ આ 6 માળના બંગલામાં 15 એપાર્ટમેન્ટ છે. સૌથી ખાસ વાત કે આ ઘર જેવું બહાર થી ભવ્ય છે, એટલું જ અંદર થી આલીશાન પણ છે.
32 વર્ષ પહેલાં હું મુંબઈ રહેવા આવયા ત્યારે 8 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતો હતા અને1994ની સાલમાં એક BHKના ફ્લેટથી શરૂઆત કરી, ત્યાર પછી 2 અને 3 BHKના ફ્લેટમાં ભાડાથી 8 વર્ષ સુધી રહ્યા હતા. ત્યાર બાદ 2001ની સાલમાં પોતાની માલિકીનો ફ્લેટ ખરીદ્યો હતો. અત્યારે 185 કરોડનો બંગલો લીધો. સવજીભાઈના સંઘર્ષ વિશે આપણે જાણીએ છે કે, કંઈ રીતે હરિ કૃષ્ણ ડાયમંડ ની શરૂઆત કરી.