ગુજરાત ના લોકપ્રિય ગાયક કલાકાર રાજભા ગઢવી નુ ફાર્મ હાઉસ આટલુ સુંદર છે ! જુઓ તસવીરો
લોકડાયરા અને સાહિત્યના લોકપ્રિય કલાકાર રાજભા ગઠવીનું આજે કલાકારોની દુનિયામાં મોટુ નામ છે. આજે તેમની પાસે અઢળક સંપત્તિ છે, છતાં પણ તેઓ ગામડાનું જીવન જીવવાનું વધુ પસંદ કરે છે. આપણે જાણીએ છે જે તેઓ અવારનવાર પોતાના સોશિયલ મીડિયામાં પર પોતાના ની તસવીરો શેર કરતા રહે છે. હાલમાં જ તેમને પોતાના ફાર્મ હાઉસની એક રિલ્સ શેર કરી છે. આ રિલ્સ દ્વારા તમે જોઈ શકો છો કે રાજભા ગઢવીનું ફાર્મ હાઉસ કેટલું આલીશાન છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે રાજભા ગઠવી એ અનેક ગણી મહેનત કરીને આટલી સફળતા મેળવી છે. અમરેલીના ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના લીલાપાણી નેસમાં રાજભાનો જન્મ થયેલ છે, જેથી ગીર સાથે તેમનો અતૂટ નાતો છે. તમને યાદ હશે કે, જ્યારે રાજભા ગઢવી એ પોતાના પરિવાર માટે નવું ઘર બનાવ્યું છે, ત્યારે. નવા ઘરના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. તેમનું ઘર જેટલું આલીશાન છે, એનાથી વધુ સુંદર અને આકર્ષક તેમનું ફાર્મ હાઉસ છે.
અમરેલીના ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના નેહમાં રાજભા મોટા થયા છે. રાજભા ગઢવીએ સિંહ સાથેની મિત્રતાનો એક વિડીયો શેર કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે સાવજ રોજ તેમના ફાર્મહાઉસ પાસે પાણી પીવા આવે છે અને તેમના રોજ દર્શન કરે છે. તમને જણાવી દઇએ કે રાજાભા ગઢવીનું ફાર્મ હાઉસ ગાંડી ગીરના ખોળે આવેલું છે. હાલમાં રાજભા ગઢવીએ શેર કરેલ રિલ્સમાં તમે જોઈ શકો છો કે રાજભા પોતાના ફાર્મ હાઉસમાં લટાર મારી રહ્યા છે અને પોતાના ફાર્મહાઉસમાંથી ફળ અને શાકભાજી પણ તોળી રહ્યા છે.
લિલી વનરાઈ અને ગાંડી ગીરની સુંદરતાની વચ્ચે આવેલું રાજભા ગઢવીના ફાર્મહાઉસમાં એક આલીશાન બંગલો આવેલો છે અને આ બંગલો પણ ગામઠી જીવનશૈલીને રજૂ કરે છે.
વિચાર કરો કે તરફ આ આલીશાન ફાર્મ હાઉસ અને બીજી તરફ ગાંડી ગીરનું જંગલ જ્યાં સિંહોની ગર્જના સંભળાતી હોય. ખરેખર રિલ્સમાં તમે જોશો તો સમજાય જશે કે રાજભા ગઢવીનું આ ફાર્મ હાઉસ માત્ર વૈભવશાળી નથી પરંતુ પ્રકૃતિનો આનંદ અને ગાંડી ગીરના ખોળાનો વ્હાલનો અનુભવ કરાવે છે.
હાલમાં તો શિયાળો શરૂ થઈ ગયો હોવાથી આંબામાં મોર પણ આવી ગયા છે અને આ તસવીરો પણ રાજભા ગઢવીએ શેર કરી હતી.
ખરેખર ભાગ્યે જ કોઈ કલાકાર આટલી સંપત્તિ હોવા છતાં પણ સદાય થી જીવન જીવવાનું પસંદ કરે છે. રાજભા ગઢવિના સ્વભાવ અને વર્તનના કારણે જ તેમની લોકપ્રિયતા વધારે છે અને લાખો લોકો તેમના ચાહકો છે.