રાજકોટના આ મુસ્લિમ યુવક દરરોજ 11 કીમી ચાલીને મહાદેવના મંદિરે જઈ કરે છે પૂજા!…જાણવા જેવી છે ધર્મના સીમાળા પાર કરતી આ આસ્થા
વાત કરીએ તો આજના સમયમાઁ હિન્દૂ મુસ્લિમ ના કોમી વિવાદો ખુબજ વધી ગયા છે. આને વિવાદોને લીધે ઘણી વખત મારાંમારી પણ થતી હોઈ છે. આ વિવાદો ત્યારથી ચાલ્યા આવે છે જ્યારથી ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા છે. આમે અહ્યા કોઈ કોમી વિવાદ કે હિન્દૂ મુસ્લિમના ભેદની ચર્ચા કરવા નહિ આવ્યા બલ્કે એક માનવતા અને નેક કામની ચર્ચા કરવા આવ્યા છીએ. વાત કરીએ તો હાલ એક એવા મુસ્લિમ યુવક ચર્ચાનો વિષય બન્યા છે જે પોતા મુસ્લિમ હોવા છતાં મહાદેવના મંદિરે દર્શન કરવા જાઈ છે. તમને તેના વિશે જાણી 100% ગમશે.
રાજકોટના એક ભક્તની શ્રદ્ધા અનેરી છે જેની તોલે ભાગ્યે જ કોઈ આવી શકે. તેમજ આ ભક્ત છેલ્લા 31 વર્ષથી શ્રાવણના ઉપવાસ કરે છે. દરરોજે પોતાના ઘરેથી 11 કિલોમીટર ચાલીને પૌરાણિક ઈશ્વરીયા મહાદેવના દર્શને જાય છે. અને તેમનું નામ છે અહેસાનભાઈ ધર્મે મુસ્લિમ હોવા છતાં કોમી એકતાની પ્રાર્થના સાથે અહેસાનભાઈ નિત્ય મહાદેવની શરુણમાં જાય છે જેથી લોકો ધર્મનો ભેદ ભૂલી, એક અને નેક બની એકબીજાને મદદ કરે.
જાગનાથ પ્લોટમાં રહેતા 49 વર્ષીય અહેસાનભાઈ ચૌહાણને નાનપણ માજ તેના શિક્ષકે હિન્દૂ ધર્મ વિશે માહિતી આપી દેવોના દેવ મહાદેવ છે તેમ જણાવ્યું હતું. આ પછી તેઓ જયારે ધોરણ-5માં પહોંચ્યા ત્યારથી મનમાં શ્રાવણ માસનો સંકલ્પ લીધો. બસ ત્યારથી તેઓ દર વર્ષે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરે છે, દરરોજ ચાલીને ઈશ્વરીયા ગામે મહાદેવના દર્શને જાય છે.
તેમજ તેમની સાથેની વાતચીતમાં અહેસાનભાઈએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે પિતાને પૂછ્યું કે, હું મહાદેવના મંદિર જઇ શકું? તો તેના જવાબમાં પિતાએ જણાવ્યું હતું કે, નમે તે સૌને ગમે. અલ્લાહ હોય કે ભગવાન… બધું એક જ છે. તેમની પાસે જે દુઆ કરવાની છે એ જ પ્રાર્થના કરવાની છે. ત્યારથી હું કોમી એકતા માટે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરું છું. 12 વર્ષ પહેલા રમઝાન અને શ્રાવણ મહિનો સાથે હતો. આ વર્ષે મોહરમ અને શ્રાવણ મહિનો સાથે આવ્યો છે. હું તો રમઝાન જેટલી જ શ્રદ્ધાથી શ્રાવણ પણ કરું છું. ઉપરવાળા એક સમજે છે તો આપણે પણ સમજવું જોઇએ. હું દરગાહે દુઆ કરવા જાવ છું અને ભગવાન મહાદેવના મંદિરે પણ દર્શન કરવા જાવ છું.
તેમજ વધુમાં જણાવ્યું કે ભિક્ષુકો, અનાથ હોય દિવ્યાંગ હોય તેવા લોકોને હું અલગ અલગ ધાર્મિક સ્થળોની યાત્રા કરાવું છું, એમ જણાવી અહેસાનભાઈએ ઉમેર્યું હતું કે, આ વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવની યાત્રા પણ કરાવી હતી જેમાં તમામને સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો અને રાતનું ભોજન કરાવ્યું હતું. કોઈ સોમવાર રહ્યા હોય તો તેના માટે અલગથી ફરાળ વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ 245 લોકોને સોમનાથ મહાદેવના દર્શન કરાવ્યા જેમાં કુલ 70થી 75 હજારનો ખર્ચ થયો હતો જેમાં મારા હિન્દુ ભાઈઓએ મને આર્થિક મદદ પણ કરી હતી
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.