અનંત અંબાણીનો સ્પીચ આપતો આ વિડીયો થયો વાઇરલ ! પોતાના દાદાની કર્મ ભૂમિ ચોરવાડ પહોંચી કહ્યું “હું તમારા…જુઓ વિડીયો
ચોરવાડ ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ છે. પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તેમણે ચોરવાડની ધરતી પરથી જ પ્રયાણ કર્યું. ચોરવાડ ધીરુભાઈ અંબાણીના જીવનનું સાક્ષી રહ્યું છે, તેમની સફળતાના બીજ ચોરવાડમાં જ રોપાયા છે. હાલમાં જ ચોરવાડ ખાતે ” અનંત અને રાધિકાના પ્રિવેડિંગ સેલિબ્રેશન અંતગર્ત ભોજન સમારંભ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ” આ ભવ્ય લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી અને બ્રીજદાન ગઢવી સહીત લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલે ખાસ હાજરી આપી હતી.
આ પ્રસંગની શોભા વધારવા માટે અનંત અને રાધિકા મર્ચન્ટ કોકિલાબહેન સાથે ચોરવાડ ગામ પહોંચ્યા હતા. ભોજન સમારંભમાં પધારેલ સૌ ગામજનોને અનંત અંબાણીએ કહ્યું હતું કે, ચોરવાડી માતાજી સૌનું ભલું કરે, તમે બધા જમીને જજો અને મને અને રાધિકાને આશીર્વાદ આપજો તેમજ પોતાના દાદા ધીરુભાઈ અંબાણીને યાદ કરતાં જ તેમણે કહ્યું કે, હું મારા દાદી અને દાદાના ગામડામાં આવ્યો છું. મારો વિચાર છે કે આ ગામમાંથી ૧૦ ધીરુભાઈ ઊભા થાય, ચોરવાડના બાળકો આ કરી શકે છે.
ખરેખર આ વાત એક ગૌરવશાળી કહેવાય કે ચોરવાડ જેવા નાના એવા ગામડામાંથી ધીરુભાઈએ ભારતની સૌથી મોટી રિફાઇનરી કંપનીની શરૂઆત કરી તેમજ એશિયાના ધનિક વ્યક્તિઓમાં સ્થાન મેળવ્યું.અનંત અંબાણી એ આ જ કારણે ગામના લોકોને કહ્યું કે, ૧૦ વર્ષમાં ૧૦ ધીરુભાઈ ઊભા થવા જોઈએ જે ચોરવાડને ગૌરવ અપાવે.
તમને જણાવી દઈએ કે, ચોરવાડ ખાતે આજે પણ ધીરુભાઈ અંબાણીનું ઘર આવેલું છે, જેનું સંચાલન રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. ધીરુભાઈ અંબાણીનું આ ઘર ” ધીરુભાઈલનો ડેલો ” જે પ્રવાસીઓમાં ચોરવાડ હોલીડે કેમ્પ તરીકે પ્રખ્યાત છે કારણ કે ચોરવાડમાં મનમોહક દરિયા કિનારો પણ છે. આજે વિશ્વ ફલકે ચોરવાડનું નામ રોશન થયું છે તેનું એક માત્ર કારણ ધીરુભાઈ અંબાણી છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.