પંચમહાલમાં પોપટે પોતાની મિત્રતા અંતિમયાત્રા સુધી નિભાવી !! પોપટને ઉડાડવાનો પ્રયાસ કર્યો તો પણ પોપટ ટ્સથી મસ ન થયો..જાણો પુરી વાત
મિત્રતા એક એવો સબંધ છે જે એક વખત કોઈ સાથે સારી રીતે બંધાય જાય તે બાદ તે સબંધ છૂટતી નથી, એવામાં હાલના સમયમાં અનેક એવા મિત્રતાના કિસ્સાઓ સામે આવતા જ હોય છે જેમાં કોઈ મિત્ર પોતાના મિત્ર માટે જીવની બાજી લાગાવી દેતો હોય છે તો અમુક વખત કોઈ મિત્ર પોતાના મિત્રની અનોખી રીતે મદદ કરતો હોય છે. પ્રાણી-પશુ તથા પક્ષીઓની પણ મનુષ્યો સાથે મિત્રતાના કિસ્સાઓ હાલ સામે આવી જ રહયા છે.
આજના આ લેખના માધ્યમથી પક્ષી તથા મનુષ્યની મિત્રતાનો સુંદર કિસ્સા વિષે જણાવાના છીએ જેના વિષે જાણ્યા બાદ તમે પણ વખાણ કરી કરીને થાકી જશો. આ કિસ્સો પંચમહાલ જિલ્લા માંથી સામે આવ્યો છે જેમાં અબોલ પોપટે પોતાના માનવ સાથેના સબંધ મરણ સુધી સાચવી રાખ્યા હતા ખરેખર આ વાત એ કેહવતને પરુવારઃ પાડે છે કે મિત્રો મુષ્યો કરતા પ્રાણીઓ તથા પક્ષીઓ વધુ વફાદાર હોય છે, હાલ આ અંગેના વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયા પર ચારેયકોર ખુબ વાયરલ થઇ રહી છે.
તમને જણાવી દઈએ કે આ કિસ્સો પંચમહાલ જિલ્લાના ધનેશ્વરના મુવાડી ગામ માંથી સામે આવ્યો છે જ્યા નરેશ પરમાર નામક યુવક મૃત્યુને પામતા તેની શોકમય રીતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી જેમાં તેનો પાલતુ પોપટે જોડાઈને પણ પોતાની વફાદારીને અદા કરી હતી લોકો તો ત્યાં સુધી કહી રહયા છે કે માલિકને ગુમાવતા પોપટની આંખો પણ નમ થઇ ચુકી હતી અને તે અંતિમયાત્રાની છેલ્લે સુધીની વિધિમાં જોડાયો હતો.
માલિક મૃતક નરેશભાઈએ સાવ કુમળી વયે જ જીવ ગુમાવ્યો તેમ કહી શકાય કારણ કે zeenews.india ના લેખ દ્વારા જાણવા મળ્યું છે કે નરેશભાઈ પરમાર ફક્ત 17 વર્ષના હતા ત્યાં જ આકસ્મિક રીતે તેઓનું મૃત્યુ થયું હતું, આગળ એમ પણ જાણવા મળ્યું છે કે નરેશભાઈ પોતાના પિતા સાથે મંદિર બહાર પક્ષીઓને ખોરાક નાખવા જતો જેમાં આ પોપટ સાથે તેમનો ખુબ સારો એવો સબંધ બંધાયો હતો, એવામાં નરેશભાઈનું મૃત્યુ થતા પોપટ ઉદાસ થયો અને તેઓની અંતિમયાત્રામાં પણ જોડાયો હતો.