રાજભા ગઢવીની સાદગી તો જુઓ સાહેબ! ગાંડી ગીરના નેહમાં વાળું કર્યું, વિડીયો જોઈને વખણા કરતા નહીં થાકો…..
ગુજરાતી લોકપ્રિય ગાયક કલાકાર રાજભા ગઢવી ખુબ જ પ્રખ્યાત અને ધનવાન હોવા છતાં પણ ખુબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. આપણે જાણીએ છે કે, રાજભા ગઢવી ગાંડી ગીરમાં રહેનાર છે અને જેથી જ તેમની રહેણીકહેણી પણ માલધારી જેવી છે. હાલમાં જ રાજભા ગઢવીનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, રાજભા ગઢવી એ નેહમાં વાળું કરી રહ્યા છે.
આ વાળુંનો સ્વાદ તો કોઈ સેવન કે ફાઇવ સ્ટાર હોટેલ અને અંબાણીના ઘરમાં પણ ન આવે. તમે વિડીયોમાં જોઈ શકશો કે, નાની એવી ઝૂંપડીમાં જાણે છપન્ન ભોગ પીરસવામાં હોય એવું લાગ્યું હતું. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, વાળુંમાં બાજરાના રોટલા, રોટલી, કઢી-ખીચડી અને જામેલું દહીં તેમજ ગીર ગાયનું ઘી અને ખાખડી રાજભા ગઢવીની થાળીમાં પીરસવામાં આવી છે.
કોણ કહે છે કે, નેહમાં મહેમાન ગતિ ન હોય! એકવાર નેહની મુલાકાત તો લો માલધારીના ઘરની છાસમાં પણ અમૃતનો ઓડકાર આવશે અને ભલે જમવામાં ખાલી રોટલો અને ડુંગળી જ કેમ ન પીરસી હોય પરંતુ જમશો ત્યારે છપ્પન ભોગનો સ્વાદ જીભે ચડી જશે. આ છે ગાંડી ગીરનું ભોજન વ્હાલા અને આવો સ્વાદ તો માત્ર ગુજરાતના ખોળે ગાંડી ગીરના નેહમાં જ માણી શકાય છે.
આ વિડીયોમાં એ તો સ્પષ્ટ પણે કહી શકાય કે રાજભા ભલે આજે ગુજરાતના લોકપ્રિય કલાકાર હોય પણ તેઓ આજે પણ પોતાના ભૂતકાળને ભૂલ્યા નથી અને જમીનથી અડેલ માણસ છે અને એટલે જ સામાન્ય માણસની જેમ નેહમાં પણ ભોજનનો સ્વાદ આરોગી લે છે. આજે આપણે જોઈતા હોઈએ છે કે સેલિબ્રેટીઓ માત્ર ફાઇક્લાસ જીવન જ જીવે છે. વીડિયોમાં પણ રાજભા ગઢવી વાળા વિશે વર્ણન કરે છે એ પણ સાંભળવા જેવું છે.
View this post on Instagram