તાનજાનિયાના યુવક પર ચડ્યો ગુજરાતી ગીતોનો રંગ!! સુંદર અવાજમાં ગાયું કે “તમને જોઈને હૈયું હરખાય… જુઓ વિડીયો
ગુજરાતી ગીત પર ડિજિટલ ક્રિએટર kili_paul ની રીલ્સ વાયરલ થઇ રહી છે. વાત જાણે એમ છે કે, ઇન્સ્ટાગ્રામ પર ‘kili_paul’ નામના ડિજિટલ ક્રિએટર દ્વારા બનાવેલ એક રીલ્સ હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ રીલ્સ ગુજરાતી ગીત “મારા રુદિયાના રાણી” પર બનાવવામાં આવી છે, જેમાં kili_paul ગીતના ટુકડાઓ પર તે ડાન્સ કરતા અને હાવભાવ આપી રહ્યો છે. આ રીલ્સ ગુજરાતીઓને ખુબ જ પસંદ આવી રહી છે.
kili_paul તાન્ઝાનિયાના રહેવાસી છે અને તેમના ડાન્સ વિડીયો માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ ઘણી ભાષાઓના ગીતો પર ડાન્સ કરે છે અને તેમના અનોખા અભિવ્યક્તિઓ અને ઉર્જાસભર ડાન્સ માટે ઓળખાય છે. “મારા રુદિયાના રાણી” ગીત પર બનાવેલ kili_paul ની રીલ્સ ગુજરાતીઓમાં ખૂબ જ લોકપ્રિય બની છે. ઘણા લોકોએ તેમના ડાન્સ અને ગીતના ઉચ્ચારણની પ્રશંસા કરી છે. આ રીલ્સ ગુજરાતી સંસ્કૃતિ અને સંગીતને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવામાં મદદ કરી રહી છે.
આ રીલ્સને અત્યાર સુધીમાં 646,515 likes મળી ગઈ છે તેમજ લાખો લોકો એ આ રીલ્સ પર તેના વખાણ પણ કર્યા છે, જેમાં મોટેભાગે ગુજરાતીઓ છે.આ રીલ્સ ગુજરાતીઓ માટે ગર્વનો વિષય બની ગઈ છે.તે દર્શાવે છે કે કેવી રીતે સોશિયલ મીડિયા વિશ્વભરના લોકોને એકસાથે લાવી શકે છે અને ગુજરાતી સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવામાં મદદ કરી શકે છે.
kili_paul તાન્ઝાનિયાનો હોવા છતાં પણ આપણા ગુજરાતીઓ ગીતો સાથે રીલ્સ બનાવે છે તેમજ અવારનવાર તે ગુજરાતી ગીતોને પ્રમોટ કરે છે, તેના હાવભાવ પણ સૌ કોઈના મનને મોહી જાય તેવા હોય છે અને આ જ કારણે લોકોમાં તે ખુબ જ લોકપ્રિય છે, નીચે આપેલ વિડીયો જોઈને તમે તમારો પ્રતિભાવ પણ જરૂરથી આપજો કે આ રીલ્સ તમને કેવી લાગી છે?
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.