તમને જાણને જાણી ને નવાઈ લાગશે મુકેશ અંબાણી કેરી નો પણ બિઝનેસ કરે છે ! ગુજરાત મા આ જગ્યા પર 600 એકર મા 200 થી વધુ જાતની..
મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ ની યાદીમાં મોખરે છે અને હાલમાં જ આપણે સૌ કોઈ જાણીએ છે કે, મુકેશભાઈ અંબાણી એ હાલમાં જ ચેરમેન પદે થી રાજીનામુ આપીને પોતાનો વ્યવસાય મોટા દીકરાને આપ્યો છે. હાલમાં મુકેશ ભાઈ હવે નિવૃત તરીકે જીવન પસાર કરશે પરંતું આપણે જાણીએ છે કે અંબાણી પરિવાર પાસે અનેક બિઝનેસ સંકળાયેલ છે. ત્યારે આજે અમે આપને એક એવા મુકેશભાઈ જામનગર શહેરમાં એક એવો બિઝનેસ કરે છે, કે જાણીને તમે પણ ચોંકી જશો.
તમને જો કોઈ કહે તો, મુકેશ અંબાણીકેરી વેચે છે તો તમને કેવું લાગે ? આશ્ચય પામી જશોને…? ચાલો અમે તમને જણાવીએ કે શા માટે અંબાણી પરિવાર કેરી નો બિઝનેસ કરે છે. જામનગર શહેરમાં રિલાયન્સ કંપનીમાં ધીરુભાઇ અંબાણીના નામ પરથી “ધીરુભાઇ અંબાણી લાખીબાગ અમરાઇ” નામનો બગીચો આવેલ છે. રિલાયન્સનો આ આંબાનો બગીચો નામ 16 મી સદીમાં મોગલ બાદશાહ અકબર દ્વારા બાંધવામાં આવેલા કેરીના બાગથી પ્રેરિત હતું.
રિલાયન્સ દર વર્ષે ઉનાળામાં કેરીમાંથી કરોડ રૂપિયાની કમાણી કરે છે અને આ કેરી દેશ વિદેશમાં આયાત કરવામાં આવે છે. રિલાયન્સ ફાઉન્ડેશન કંપની વિશાળ છે પરંતુ તેનાથી વિશાળ તેનું ટાઉનશીપ પણ છે જ્યાં કર્મચારીઓ રહે છે. અહીંયા ફરવા લાયક ગાર્ડન છે તેંમજ અહીંયા વિશાળ કેરીનો બાગ આવેલ છે જેમાંથી કરોડ રૂપીયાની કમાણી કરે છે.
પર્યાવરણનાં સંરક્ષણ માટે એક અનોખું પગલું ભર્યું, જેના કારણે કંપનીને પણ ઘણો ફાયદો થયો. વર્ષ 1997 માં,જામનગરમાં તેની રિફાઇનરીમાં ભારે પ્રદૂષણ અંગે કંપની ચિંતિત હતી. એટલું જ નહીં, કંપનીને ઘણી વખત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી ચેતવણીઓ પણ મળી રહી હતી. આવી સ્થિતિમાં રિલાયન્સ ગ્રૂપને લાગ્યું કે આ સમસ્યાનું સમાધાન લાવવા કેટલાક પગલાં લેવાની જરૂર છે.
ત્યારે જ રિલાયન્સે પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે રિફાઇનરી નજીક કેરીનો બાગ લગાવવાનું વિચાર્યું હતું. રિલાયન્સની જામનગર રિફાઇનરી પાસે આવેલી ઉજ્જડ જમીનને ત્યારબાદ ગ્રીન બેલ્ટમાં ફેરવવામાં આવી હતી.200 થી વધુ જાતોના કેરીની આશરે 1.3 લાખ રોપાઓ વાવવામાં આવ્યા હતા. આ બગીચામાં 200 થી વધુ વેરાયટીને દોઢલાખથી વધુ કેરીના વૃક્ષ છે.
જેમાં કેસર,અલ્ફોન્સો, રત્ના, સિંધુ, નીલમ અને આમ્રપાલી જેવી ઘણી વેરાયટી જોવા મળે છે. આ સિવાય ઘણી વિદેશી વેરાયટીની કેરીના વૃક્ષો પણ છે. રિલાયન્સ કંપની જામનગરના ફાર્મ ત્યાના ફળોનું માર્કેટિંગ કરે છે કંપનીની એ કેરીની ખાસ બ્રાંડ છે જેને RIL Mango તરીકે ઓળખવામાં આવે છે.