મુંબઇ ની એક 60 માળ ની ઇમારત મા લાગી આગ જેમા એક યુવક નું મોત થયું અને બીજા લોકો ને…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આગ ઘણી જ ખતરનાક વસ્તુ છે આગમાં સર્જન અને વિસર્જન કરવાની તમામ તાકાત રહેલી છે. તેવામાં આગને લઈ ને એક મોટો અકસ્માત સામે આવ્યો છે. આપણે અવાર નવાર અનેક અકસ્માતો વિશે જોતા અને સાંભળતા હોઈએ છીએ.
જ્યારે મળતી માહિતી મુજબ આજે મુંબઈ માં એક ઘણો જ મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં એક બહુમાળી બિલ્ડિંગમાં જોત જોતા માં આગ ભાભુકી ઉઠી હતી.
આ આગ સાઉથ મુંબઈના કરી રોડ વિસ્તારમાં આવેલ એક અંડર કંસ્ટ્રક્શન બિલ્ડિંગમાં કે જેમા 60 માળ છે તેમા લાગી હતી. આ આગ ઘણી જ વિકરાળ હતી. જોકે બહુમાળી ઈમારત માં આગ લાગવાનો આ પહેલો બનાવ ન હતો હાલમા જ્ સૂરત ની પણ એક બહુમાળી ઈમારત માં ઘણી જ વિકરળ આગ લાગી હતી.
મળતી માહિતી અનુસાર આ આગ સવાર ના 11.51 વાગ્યા આસ પાસ લાગી હતી ત્યાર બાદ આ આગ અંગે ની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડ ની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોચી અને આ ઇમારત માં ફસાયેલા લોકો ને બહાર કાઢવા ના પ્રયત્ન હાથ ધરી ને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી.
તે જ સમયે આ ઇમારત નો એક ભયાનક વિડીયો સામે આવ્યો છે આ આગ એટલી હદે વિકરાળ હતી કે 19મા માળે લાગેલી આગ જોત જોતામા 17મા અને 20મા માળ સુધી પહોંચી ગઈ. તેવામાં આગથી બચવા માટે એક વ્યક્તિ 19મા માળે ગ્રીલ પર લગભગ 10 મિનિટ સુધી લટકતો રહ્યો પરંતુ તેનો હાથ છટકી ગયો અને નીચે પડી જતાં તેનું મોત નીપજ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!