ભરુચ માં થયો ગંભીર અક્સ્માત અહીં એક બસે બાઈક ને હડફેટે લીધી આ અકસ્માત બાદ લોકોએ…
મિત્રો આપણે આવાર નવાર અનેક અકસ્માત ના કિસ્સાઓ જોતા અને સાંભળતા હોઈએ છીએ આપણે જાણીએ છીએ કે હાલ સમગ્ર રાજ્યમાં અને દેશમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આવા અકસ્માતો ને કારણે ઘણા લોકોને પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે જ્યારે ઘણા લોકોને ગંભીર ઈજા પણ પહોંચી છે.
તેવામાં અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવાર પર શું વીતતી હશે તે જાણીને પણ આપણને દુઃખ થાય છે ત્યારે ફરી એકવાર આવો જ તે ભયાનક અકસ્માત સામે આવ્યો છે આ અક્સ્માત ભરૂચમાં એક સાલ ગામ નજીક અજંતા ફાર્મા કંપની પાસે આવેલ એક બસ સ્ટેન્ડ પાસે સર્જાયો છે તો ચાલો અક્સ્માત વિશે વધુ માહિતી મેળવીએ.
મળતી માહિતી અનુસાર આ અક્સ્માત ગુરૂવારે સવારના સમયે સર્જાયો હતો. અહીં ભરૂચથી દહેજ તરફના એક સાલ ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં એક બસ ચલાકે એક બાઈક ને ટક્કર મારી હતી. આ અક્સ્માત નું કારણ બસ ચાલાક નું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્વાનુ મનાય છે આ બસે કાબૂ ગુમાવી દેતા બાઈક ચાલકને અડફેટે લીધા હતા. આ અક્સ્માત ને કારણે તે વ્યક્તિ ગંભીર રીતે જમીન પર પછડયો હતો.
જેને કારણે બાઈક સવાર માંથી એક વ્યક્તિ નું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે બીજી વ્યક્તિને માથા અને હાથ પગ ગંભીર ઈજાઓ પહોંચતા તેને તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. અકસ્માત ને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!