ગણતરીની કલ્લાકો માં જવાદ વાવાઝોડુ ધારણ કરશે વિકરાળ સ્વરૂપ જેના કારણે આટલા વિસ્તારોમા થઈ શકે છે…….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ શિયાળા નો સમય ચાલી રહ્યો છે. તેવામાં જ્યારે દેશ માંથી વરસાદે વિદાય લીધી છે પછીથી શિયાળાના કારણે લોકોને ઠંડી નો સામનો કરવો પડી રહ્યો છે. હાલ લોકો ને ઠંડી ઠરાવી રહી છે ત્યારે હજુ પણ એવા અમુક વિસ્તારો છે કે જ્યાં હવામાંન માં થતાં ફેરફાર ના કારણે વરસાદ પડી રહ્યો છે તેમાં પણ અરબ સાગર અને બંગાળની ખાડીમા જોવા મળતા હવાના ઓછા દબાણના કારણે દેશ પર ચક્ર્વાત નું સંકટ જોવા મળે છે તેવામાં હાલમાં મળતી માહિતી લોકોની ચિંતા વધારે તેવી છે.
જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર દેશ માં જોવા મળેલા પાછલા અમુક ચક્રવાતી તોફાન જેવાકે તોત અને યાસ બાદ હવે દેશ પર જવાદ નામના વાવાઝોડા નો ખતરો જોવા મળી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આ ચક્ર્વાત ને લઈને એલર્ટ જાહેર કર્યું છે તેમના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર વિસ્તાર ના કારણે જવાદ વાવાઝોડુ જોવા મળશે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે આ ચક્રવાતી તોફાન શનિવારે સવારના સમયે ઉત્તર આંધ્ર પ્રદેશ ઉપરાંત દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે આવી શકે છે આ ચક્ર્વાત વિશાખાપટ્ટનમ થી લગભગ 770 કિમી દૂર દક્ષિણ પૂર્વમાં બંગાળની ખાડી પર ગુરુવારે રાત્રે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી શકે છે જે બાદ આ તે શુક્રવારે સવારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ઊંડા ડિપ્રેશનમાં પરિણમસે.
આ ઉપરાંત આ દબાણ આવનારા 12 કલાક સુધીમા વિકરાળ વાવાઝોડામાં ફેરવાશે અને તે બાદ શનિવારે સવાર ના સમયે ઉત્તર આંધ્રપ્રદેશ અને ઉતર ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે તેવી આશંકા છે આ વાવાઝોડા ના પગલે ઓડિશા અને આંધ્રપ્રદેશ ઉપરાંત પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારો માં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા વરસાદ ના કારણે રાજ્યોમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની તથા ઉભા પાકને અને આ પાકમા પણ ખાસતો ડાંગરને નુકસાન થવાની સંભાવના છે.
વાવાઝોડા ની અસર ને ધ્યાનમા રાખીને સાવચેતીના ભાગ રૂપે ઓડિશા સરકારે આ ચક્રવાતની પ્રતિકૂળ અસરોને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી છે આ ઉપરાંત સરકાર દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRF સ્ટેટ ફાયર સર્વિસ અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ ODRAF સહિત 266 ટીમો તૈનાત કરવાની યોજના બનાવી રહી છે.