લગ્ન માંથી પરત ફરી રહેલ મિત્રો ની ખુશી ને લાગી નજર રસ્તામાં નડ્યો અકસ્માત જેમાં પાંચ લોકો…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.
પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વાર વાહન ચાલાક ની પોતાની ભૂલને કારણે પણ અકસ્માત સર્જાય છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે. અકસ્માત નું કારણ ગમ્મેતે હોઈ પરંતુ અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ.
હાલ આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક ગાડીમા સવાર મિત્રો કે જે પોતાના મિત્રના લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. પરંતુ તેમની આ ખુશી એકા એક ગમમા ફેરવાઈ ગઈ કારણકે તેમને રસ્તામાં અકસ્માત નો સામનો કરવો જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા જ્યારે એક વ્યક્તિ ગંભીર રૂપથી ઘાયલ થયો હતો. જો આ બનાવ અંગે વિસ્તારથી વાત કરીએ તો તે આ પ્રમાણે છે.
જાણવી દઈએ કે આ અકસ્માત દિલ્હી NCR ના ગુરુગ્રામ માં સર્જાયો છે કે જ્યાં એક બેકાબૂ ગાડી રસ્તા પાસે પડેલ ઈંટો સાથે ટક્કરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના આગળ ના ભાગેથી ભુક્કા બોલી ગયા હતા.
જો વાત ગાડીમાં સવાર લોકો અંગે કરીએ તો જાણવી દઈએ કે ગાડીમાં હાર્દિક તિવારી કે જેમની ઉંમર 21 વર્ષ છે તેઓ ઉપરાંત જીવત 19 વર્ષના અને તેમની સાથે, જગબીર કે જેઓ 38 વર્ષના છે તેઓ ઉપરાંત પ્રિન્સ 22 વર્ષના અને તેમની સાથે 24 વર્ષ ના સાગર અને રિયાઝ ખાન સવાર હતા. આ તમામ લોકો સેક્ટર-84 સ્થિત ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે.
એ લોકો તેમની સાથે કામ કરતા મિત્ર અંશુલની સગાઈમાં હાજરી આપવા તે ગુરુવારે સાંજે સફેદ કારમાં સદરાણા ગામ પહોંચ્યો હતો. જ્યાં ગાડી અનિયંત્રિત થઈ ને રસ્તામાં આવેલ પાસેની ઈંટો સાથે ટ્કરાઇ ગઈ હતી. આ અકસ્માત માં પાંચ લોકો ના મોત થાય જેમની વિગતો આ મુજબ છે.
અકસ્માત માં જીવત, જગબીર, પ્રિન્સ, સાગર અને રિયાઝ ખાનનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે હાર્દિક તિવારીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.