તમે પણ જાણીને ચોકી જાસો કે આ કલાકારો છે એક બીજાના ભાઈ બહેન નામ સાંભળી ને….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા સૌના જીવન માં મનોરંજન મહત્વનું છે. તેવામાં દેશમાં અનેક માધ્યમો છે કે જે લોકોને મનોરંજન પૂરું પાડે છે. જેમાં બૉલીવુડ અને ટેલિવિઝન જગત નો પણ સમાવેશ થાય છે. આપણે સૌ તેમાં કામ કરતા કલાકારો ને ઓળખતા હોઈએ છિએ અને પોતાના પસંદ પામેલા કલાકારો વિશે વધુ જાણવા માટે ઇચ્છા રાખતા હોઈ છે.
જો કે ઘણા એવા પણ કલાકારો જોવા મળે છે કે જેમના અંગત જીવન વિશે આપણને વધુ માહિતી હોતી નથી. અને તેઓ અંગત રીતે ઘણા મોટા કલાકારો સાથે સંબંધ ધરાવતા હોઈ છે. આપણે અહીં એવા જ કલાકારો વિશે વાત કરવાની છે કે જેઓ એક બિજા ના ભાઈ અને બહેન છે. પરંતુ તેમના સંબંધ વિશે અમુક લોકો જ જાણતા હોઈ છે. તો ચાલો આપણે આવા કલાકારો વિશે વિસ્તારથી વાત કરીએ.
આ યાદીમાં સૌથી પહેલું નામ કૃષ્ણા અભિષેક અને આરતી સિંહ નું છે જણાવી દઈએ કે કૃષ્ણા અને આરતી બંને ભાઈ બહેન છે. પરંતુ તેમના આ સંબંધ વિશે અમુક્જ લોકોને ખબર હશે. જો વાત આરતી સિંહ વિશે અને તેમના અંગત જીવન અંગે કરીએ તો જાણવી દઈએ કે આરતીનું જીવન સરળ નહોતું. તેમણે અનેક દુઃખ સહન કર્યા છે. જ્યારે તે જન્મ પછી જ તેઓ પોતાના માતાપિતાથી અલગ થઈ ગઈ હતા.
તેમને પોતાના માતા પિતા તરફથી કયારે પણ પ્રેમ મળિયો નથી. આ બાબત અંગે તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું ભલે ટીવી સિરિયલોમાં માતાની ભૂમિકા ભજવે છે, પણ અંગત જીવન માં મને માતાની કોઈ યાદ નથી. વધુ માં તેમણે કહ્યું કે જન્મ પછી જ તેમની માતાનું અવસાન થયું હતું. આ ઉપરાંત મારો મોટો ભાઈ કૃષ્ણા મુંબઈમાં તેના પિતા સાથે રહ્યો હતો.
માતાના અવસાન બાદ આરતીને તેમની માતાની ભાભીએ દત્તક લીધી હતી જે બાદ તેઓ લખનૌ ગયા હતા. આમ તેમને માતા અને પિતાનો કોઈ પણ પ્રેમ ક્યારેય મેળવી શક્યો નહીં. તેમણે પોતાની સાચવનારી માતા અંગે કહ્યું કે તે તેની માતાને ખૂબ પ્રેમ કરે છે. અને તેણે મને ક્યારેય એવું અનુભવવા દીધું કે હું તેની દીકરી નથી. આ ઉપરાંત જો વાત તેમના એક્ટિંગ કરિયર અંગે કરીએ તો અહીં પણ તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો જણાવી દઈએ કે તેમણે તેના ભાઈ કૃષ્ણા અને તેની પિતરાઈ બહેન રાગિણી પહેલાં આ જગત માં પ્રવેશ કર્યો. પણ તેમને સૌથી છેલ્લે ઓળખ મળી હતી.
આ યાદિમા આગળ નું નામ બખ્તિયાર ઈરાની અને ડેલનાઝ ઈરાની નું છે જણાવી દઈએ કે આ બંને કલાકારો વાસ્તવ જીવન માં એક બીજાના ભાઈ બહેન છે. જણાવી દઈએ કે આ બંને કલાકારો લગભગ 12 વર્ષ બાદ એક ટીવી શો ‘કિડનેપ’ માં જોવા મળશે. આ અગાઉ તેઓ સોનીના એક જૂના શો ‘બાટલીવાલા હાઉસ નંબર 43’ માં જોવા મળ્યા હતા. બખ્તિયાર અને ડેલનાઝની રસપ્રદ વાત એ પણ છે કે બંનેએ બિગ બોસના સ્પર્ધકો રહી ચૂક્યા છે. બખ્તિયાર ‘બિગ બોસ 3’માં અને ડેલનાઝ ‘બિગ બોસ 6’માં જોવા મળી હતી.
જો વાત તેમના આવનાર શો અંગે કરીએ તો જાણવી દઈએ કે આ શો પાંચ સીબીઆઈ અધિકારીઓની વાર્તા પર બનાવવામાં આવ્યો છે કે જે અલગ અલગ જગ્યાએથી આવ્યા છે. મળતી માહિતી અનુસાર ડેલનાઝ અને બખ્તિયાર આ શોમાં સીબીઆઈ અધિકારીઓની ભૂમિકા ભજવી રહ્યા છે.
જો વાત આગળ ભાઇ અને બહેનની જોડી અંગે કરીએ તો તેમાં અક્ષય ડોગરા અને રિદ્ધિ ડોગરા નો સમવેશ થાય છે. આ બંને કલાકારો એક બીજાના ભાઈ બહેન છે. જણાવી દઈએ કે રિદ્ધિ ડોગરા ટીવી પર ઘણા જ લોકપ્રિય અભિનેત્રી છે. હાલ તેમની ઉંમર 37 વર્ષ છે અને આજે પણ તેઓ ઘણી સિરિયલોમાં કામ કરે છે તેમની લોકપ્રિયતા આજે ઘર-ઘર સુધી ફેલાયેલી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2011 માં તેણે એક્ટર રાકેશ બાપટ સાથે લગ્ન કર્યા હતા.