પરિવાર સાથે જન્મદિવસ ની ખુશીઓમાં સામેલ થવા જઈ રહેલ પરિવાર પર તોળાયો કાળ જેણે પતિ પત્ની નો લીધો જીવ જયારે તેમનું પાંચ વર્ષનું બાળક….
મિત્રો ઘણી વખત આપણને એવો અનુભવ થાય છે કે જાણે અમુક ખરાબ સમય માં નીકળેલ વ્યક્તિની રસ્તામાં કાળ રાહ જોઈને બેઠો હોઈ તેવું લાગે છે. તેઓ જયારે રસ્તામાં જાય છે, ત્યારે તેમને અકસ્માત નડે છે અને તેમને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. આપણે આવું શા માટે કહીયે છીએ ? તેની પાછળનું કારણ દેશ અને રાજ્યમાં વધી રહેલ અકસ્માત અને આવા અકસ્માતો ના કારણે થતા લોકોના મૃત્યુ છે. આવા અકસ્માત માં અનેક પ્રકારનું જાન અને માલ નું નુકસાન થાય છે. અકસ્માત માં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે જયારે અનેક લોકો ઇજા ગ્રસ્ત થતા હોઈ છે.
અકસ્માત થવાનું સૌથી મોટું કારણ એક યા બીજા પક્ષકાર ની ગેરસમજ કે ભૂલ અથવાતો બેદરકારી ને ગણી શકાય છે. જોકે દરેક અકસ્માત આવી રીતે સર્જાતા હોઈ તેવું જરૂરી નથી ઘણી વખત સામે વાળા વ્યકતિની ભૂલના કારણે પણ સર્જાતો હોઈ છે. આવા અકસ્માત નો ભોગ બીજા વ્યક્તિઓ બનતા હોઈ છે અને ઘણી વખત તેમને પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોઈ છે. અકસ્માત માં મૃત્યુ પામતા વ્યક્તિના પરિવાર પર શું વીતતી હોઈ તેના વિશે આપણે જાણી શકતા નથી. પરંતુ આપણને એટલુંતો જરૂર માલુમ છે કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોઈ છે.
અકસ્માત ને લઈને હાલ આવોજ એક બનાવ સામે આવ્યો છે. કે જ્યાં એક વિરુદ્ધ દિશામાં આવતા ટ્રકે એક ગાડીને ટક્કર મારી દીધી છે. આ અકસ્માત ના કારણે બે લોકોના જીવ ગયા છે જયારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું છે. આ અકસ્માત અંગે વિગતવાર માહિતી આ પ્રમાણે છે. જણાવી દઈએ કે આ અકસ્માત સિંહભૂમ જિલ્લના બહરગોડા પાસે આવેલા એનએચ 49 પાસે આવેલ માટીહાના ગુરુદ્વારા પાસેથી જઈ રહેલ રસ્તા પાસે સર્જાયો છે.
આ વિસ્તાર માં ઓડિસા થી કોલકતા તરફ ખોટી દિશામાં જઈ રહેલ એક ટ્રકે એક ગાડીને ટક્કર મારી હતી. આ ટક્કર ના કારણે ગાડીમાં સવાર બે લોકો મૃત્યુ પામ્યા હતા. અકસ્માત બાદ ટ્રક માં સવાર ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જયારે વાત આ ગાડીમાં સવાર લોકો અંગે કરીએ તો ગાડીમાં અર્ણવ કોનાર કે જેઓ 37 વર્ષના છે અને કે જે કૈસ્ટ્રોલ કંપનીમાં અધિકારી છે તેઓ ઉપરાંત તેમના પત્ની કે જેમનું નામ પાર્વતી ઘોસ કે જેઓ જલપાઈ ગુડી કોલેજ માં ભણાવે છે. તેઓ અને તેમનો પાંચ વર્ષનો પુત્ર પણ આ ગાડીમાં સવાર હતા.
આ અકસ્માત માં પતિ અને પત્ની અર્ણવ અને પાર્વતી નું ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જયારે તેમના પાંચ વર્ષના સંતાનને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ માતા પાર્વતી અને પુત્ર ને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા પાર્વતી નું મૃત્યુ થયુ હતું. જણાવી દઈએ કે આ પરિવાર સુમન ઘોષ કે જેઓ જમશેદપૂર ના સોનારી કાગલા નગર પાસે આવેલ રોડ નંબર 6 નિવાસી છે તેમના જન્મદિવસ ની પાર્ટી માં યુનાઇટેડ ક્લબ જઈ રહ્યા હતા. આમ પરિવાર માં હરખનો માહોલ હતો તેમાં હવે શોકની લાગણી જોવા મળી છે.