લગ્નને લઈને સમાજ માં જોવા મળી રહ્યો છે નવો વિચાર માત્ર એક રૂપિયામાં કરિયા લગ્ન અને જે બાદ સાસરા તરફથી…..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે આપણે સૌ જાણીએ છિએ કે આપણા સમાજ માં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે જેના કારણે લગભગ દરેક વ્યક્તિ પોતાની યોગ્ય ઉંમરે લગ્ન કરતા જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે લગ્નને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ હોઈ છે જેના કારણે લોકો પોતાના લગ્નને અલગ અને ખાસ બનાવવા માટે અનેક વસ્તુઓ કરતા હોઈ છે અને ઘણી વખત તેમાં અઢળક નાણાં પણ ખર્ચી નાખતા હોઈ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન એક પવિત્ર સંસ્કાર છે. તેમાં અનેક વિધિ અને રીતિ રિવાજો જોવા મળે છે.
પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય આધુનિક સમય છે, હાલના સમયમાં દરેક વસ્તુઓ માં નવીનતા જોવા મળે છે. તેવીજ રીતે લોકોમાં લગ્નને લઈને પણ અનેક ફેરફારો જોવા મળ્યા છે. હાલ લગ્ન એ વિધિ અને રીતિ રિવાજ સાથે કરવાના બદલે લોકોમાં લગ્નને લઈને ખોટા દેખાડાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે પોતાના લગ્ન અન્ય કરતા અલગ અને વૈભવી લાગે તેવા ઈરાદાથી લોકો લગ્નમાં અનેક ખોટા ખર્ચા કરે છે. અને લોકોને પોતાની ખોટી ઠાઠ દેખાડવાના પ્રયત્ન કરે છે.
જયારે આપણે સૌ જાણીએ છિએ કે આજના આધુનિક સમયમાં એવા ઘણા વિસ્તારો પણ છે. કે જ્યાં દહેજ લેવા જેવી કુપ્રથા ચાલી રહી છે. લગ્ન બાદ પરિવાર તરફથી કન્યાને દહેજ લાવવા માટે કહેવામાં આવે છે અને તેમની પાસે વધુ ને વધુ વસ્તુઓ મંગાવા આવે છે. જો કે ઘણા લોકો એવા પણ હોઈ છે કે જેઓ આ કુપ્રથાથી દૂર રહે છે. અને તેઓ દહેજ લેવાનું ઇચ્છતા નથી.
હાલ લગ્નને લઈને લોકોમાં ઘણી જાગ્રુકતા જોવા મળે છે અને લોકો દહેજ અને લગ્નમાં જોવા મળતા ખોટા ખર્ચથી દૂર રહે છે. હાલ આવો જ એક લગ્નનો બનાવ સામે આવ્યો છે કે જે સમાજ માટે ઉદાહરણ પૂરું પડે છે. તો ચાલો આપણે આ બનાવ અંગે વિગતે માહિતી મેળવીએ.
જણાવી દઈએ કે આ બનાવ હરિયાણાના સિરસા સ્થિત આદમપુર વિસ્તાર નો છે કે જ્યાં માત્ર એક રૂપિયામાં લગ્ન થયા છે. જણાવી દઈએ કે આ લગ્નમાં કોઈપણ પ્રકારના ગીતો, ફટાકડા વગાડવામાં કોઈ પણ ખોટો ખર્ચ કરવામાં આવ્યો ન હતો અને ખૂબ જ શાંતિથી વરરાજાએ કેટલાક સંબંધીઓ સાથે લગ્ન સમારોહમાં હાજરી આપી. જણાવી દઈએ કે આ લગ્ન કોઈપણ દહેજ કે રોકડ વગર સંપન્ન થયા હતા. અને હવે તેમના લગ્ન પૂર્ણ થયા બાદ તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જો વાત લગ્ન કરનાર આ દંપતિ અંગે કરીએ તો વરનું નામ બાલેન્દ્ર છે જ્યારે પત્નીનું નામ કાન્તા છે.