India

યુવતીએ જેલમાં બંધ પોતાના પ્રેમી સાથે કંઈક આવી રીતે કર્યા લગ્ન કે લોકો આશ્ર્ચર્યચકિત થઈ ગયા જાણો આખી ઘટના….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી પોતાના જીવન માં અનેક લોકો સાથે સંબંધ ધરાવે છે. જે પૈકી પ્રેમ એક છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવન માં પ્રેમ કેટલો જરૂરી છે. તેમાં પણ જો પ્રેમ યોગ્ય વ્યક્તિ સાથે થાય તો તે જીવન સવારી લે છે જ્યારે પ્રેમ અયોગ્ય વ્યક્તિ સાથે થાય તો જીવન તહેસ નહેસ થઈ જાય છે.

આપણે સૌ જાણીએ છિએ કે પ્રેમ આંધળો હોઈ છે. એક વાર પ્રેમમા પડનાર વ્યક્તિ કોઈ પણ વિશે વિચારતી નથી. તે પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે રહેવા માટે શક્ય તેટલી તમામ કોસિશો કરતા હોઈ છે. પરંતુ તેઓ ઘણી વખત એવું પગલું પણ ભરિલે છે જેના કારણે તેને અને તેની સાથે સંકળાયેલ લોકો ને પણ તેમની હિસાબે સહન કરવું પડે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજ માં પ્રેમ લગ્નને ઘણી જ અલગ નજરે જોવામાં આવે છે. જેના કારણે સમાજ માં મોટા ભાગના લોકો પ્રેમ લગ્નની વિરુદ્ધ જોવા મળે છે. જેના કારણે પરિવાર તરફથી કહેવાતી વાતો આવા પ્રેમીઓ માની જ્યાં છે. અને તેઓ જ્યાં કહે ત્યાં લગ્ન કરી લેતા હોઈ છે. પરંતુ અમુક એવા પણ લોકો હોઈ છે કે જેઓ પોતાના પ્રેમ ખાતર શું સાચું ? કે શું ખોટું ? તેને જાણી શકતા નથી અને ઘણી વખત પોતાના પરિવાર ની વિરુદ્ધ પણ જાય છે.

હાલ આવો જ એક અનોખો પ્રેમ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક યુવતિએ જજ સાહેબની મદદ દ્વારા જેલમાં બંધ પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યા છે. જો વાત આ બનાવ અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે. જણાવી દઈએ કે આ બનાવ ઔરંગાબાદ નો છે કે જ્યાં એક યુવતીએ જજ સાહેબ ને પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા અંગે વિનંતી કરી.

જે બાદ જજ સાહેબે આ યુવતીની માંગણી સ્વીકારી અને તેના લગ્ન જેલમાં રહેલા પ્રેમી સાથે કરાવ્યા. જણાવી દઈએ કે જ્યારે આ યુવતિ અદાલત માં પોતાના લગ્નની વાત લઈને ગઈ ત્યારે બાદ જજ સાહેબ દ્વારા કરાયેલ ફરમાન પછી પોલીસ ટીમ દ્વારા પ્રેમિકા અને જેલમાં બંધ તેના પ્રેમી સાથે મંદિરમાં લાવવામા આવ્યા.

તેઓ ને અદાલત ના જ પરિસરમાં સ્થિત મહાવીર મંદિરમાં લાવવામાં આવ્યો હતો, આ સમયે યુવક ના હાથમા હતકડી હતી. જો કે જેલમાં હોવા છતા પણ ત્યાંના પૂજારીઓએ બંનેના લગ્ન સંપૂર્ણ વિધિ અને વિધાન સાથે કરાવ્યા હતા.

જો વાત આ બંને યુવક અને યુવતિ અંગે કરીએ તો આ યુવતિ બરુણ બ્લોકના સુંદરગંજના દુધર ગામની આ યુવતી છે, જયારે યુવક બરુણ પોલીસ સ્ટેશન વિસ્તારના જનકોપમાં રહેતા રાજકુમાર ગુપ્તા છે. તેમના વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યા હતા. પરંતુ બંને અલગ અલગ જ્ઞાતિના હોવાથી બંનેના પરિવારજનોએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

જો કે પરિવારે જણાવ્યા બાદ યુવકે પણ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, પરંતુ તે બાદ યુવતીએ આ બાબત અંગે પોલીસ સ્ટેશન આ ફરિયાદ નોંધાવી હતી, જેના પછી પોલીસે રાજકુમાર ગુપ્તાની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો હતો. પરંતુ હવે યુવતીના કહેવાથી તેની પસંદગીના છોકરા સાથે તેના લગ્ન કરાવી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *