દરેક ક્ષેત્રમાં આગળ દેશની દીકરીઓ વધુ એક ગર્વ અપાવે તેવો બનાવ ઉત્તરાખંડ માં……
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય વિકાસ અને આધુનિક યુગ છે. હાલના સમયમાં વિશ્વના તમામ દેશો અલગ અલગ ક્ષેત્રોમા વિકાસની નવી ગાથા લખે છે. જેની પાછળ નું કારણ દેશ અને તેમના લોકો નો સામૂહિક પ્રયાસ છે. મિત્રો બદલતા આ સમયની સાથો સાથ દેશ અને દુનિયામા પણ સામાજીક ક્ષેત્રે અનેક ફેરફારો જોવા મળ્યા. જેના કારણે સમાજમાં ચાલી આવતી જૂની કુપ્રથાઓ નો નાશ થતો જોવા મળે છે.
જેનું સૌથી મહત્વ નું ઉદાહરણ કન્યા શિક્ષણ અને સ્ત્રી સહશક્તિકરણ છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે પહેલાના સમયમાં સ્ત્રીઓ ને વધુ પ્રમાણમાં આઝાદી આપવામાં આવતી ના હતી. કે તેમના શિક્ષણ પર પણ વધુ ધ્યાન આપવામાં આવતું નહતું. જેના કારણે એકંદરે સમાજ માં સ્ત્રીઓ નો સામાજીક દરજ્જો નીચો જોવા મળતો હતો.
પરંતુ હાલ સમય બદલયો છે. અને હાલના સમયમાં મહિલાઓ પણ પુરુષોના ખભેથી ખભો મેળવીને કામ કરે છે. અને ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાના કર્યો દ્વારા દેશ અને સમાજનુ નામ ઉચુ લાવે છે. તેવામાં આજના સમય માં એવા અનેક ક્ષેત્રો છે જેમાં મહિલાઓ પુરુષો કરતા પણ ઘણી આગળ છે. હાલ આવો જ એક ગર્વ આપવે તેવો બનાવ સામે આવ્યો છે. તો ચાલો આપણે આ બનાવ અંગે વિગતે માહિતી મેળવીએ.
જણાવી દઈએ કે આ બનાવ ઉત્તરાખંડ નો છે કે જ્યાં દેશની એક દિકરિ ને એક દિવસ માટે દેશના રાજ્ય ઉત્તરાખંડ ની મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જો વાત દેશની આ દિકરી અંગે કરીએ તો તેનું નામ સૃષ્ટિ ગોસ્વામી છે તેઓ દૌલતપુરના રહેવાસી છે અને એક હોનહાર વિદ્યાર્થીની છે. તેઓ હાલ પીજી કોલેજમાંથી બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરી રહી છે.
જો વાત તેમના જીવન અંગે કરીએ તો તેઓ હંમેશા સમાજને બદલવાનું વિચાર્યું છે અને તે ઈચ્છે છે કે દેશની દરેક છોકરી શિક્ષિત થાય તેવી છે તેઓ માને છે કે જ્યારે એક છોકરી શિક્ષિત થાય છે તો તેના દ્વારા ઘણી પેઢીઓ શિક્ષિત થઈ શકે છે અને તેથી જ છોકરીઓને ક્યારેય શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ.
જણાવી દઈએ કે આ દિવસ સૃષ્ટિ અને તેમના પરિવાર માટે ઘણો ખાસ છે કારણ કે આ દિવસે તેઓ એક દિવસ માટે મુખ્યમંત્રી બનશે અને અટલ આયુષ્માન યોજના, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, પ્રવાસન વિભાગની હોમસ્ટે યોજના અને અન્ય વિકાસ પ્રોજેક્ટ જેવી તમામ સરકારી યોજનાઓની પણ સમીક્ષા કરશે.
જણાવી દઈએ કે સૃષ્ટિને એક દિવસ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનવાની મંજૂરી મળી ગઈ છે અને આ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પણ મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે દેશમાં આવો મોકો પહેલીવાર આવ્યો છે જ્યારે દેશના કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી હોવા છતા પણ અન્ય વ્યક્તિને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.