સીડીએસ બિપિન રાવત ના અવસાન બાદ સામે આવી તેમની અંતિમ ઇચ્છા તેઓ કરવાં માંગતા હતા….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે કાલનો દિવસ દેશના ઇતિહાસ ના દુઃખદ દિવાસો પૈકી એક રહ્યો કે જેમાં સેનાનુ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર ના ક્રેશ થવાના કારણે દેશને પોતાનો સપુત ગુમાવ્વો પડ્યો હતો. આ હેલિકોપ્ટર ક્રેશ માં દેશના પહેલા સીડીએસ બિપિન રાવત તેમના પત્ની મધુલિકા રાવત સહિત સેનાના અન્ય 13 અધિકારીઓ અને જવાનો શહીદ થાય છે.
આ બનાવ સામે આવતા જ આખા દેશમાં શોક નો માહોલ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે દેશ ના રક્ષણ અને આતંકીના સફાયા માટે ચાલતા અનેક અભિયાનો માં બિપિન રાવત સર ની મહત્વ પૂર્ણ ભૂમિકા જોવા મળી હતી. તેમનું નિધન ઘણી જ દુર્ભાગ્યની વાત છે. હાલ તેમના નિધન બાદ અનેક પ્રકારની માહિતી મળી રહી છે.
જણાવી દઈએ કે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સમયે બિપિન રાવત સર ના સાળા યશવર્ધન સિંહે જણાવ્યું હતું કે જનરલ બિપિન રાવત જાન્યુઆરી 2022માં મધ્યપ્રદેશના શાહડોલમાં તેમની પત્ની મધુલિકા રાવત ને તેમના પિયર ના ગામની મુલાકાત લેવાના હતા. કે જે શાહડોલ માં છે. તેમની ઇચ્છા આ વિસ્તાર માં એક ‘સૈનિક સ્કૂલ’ સ્થાપવાની હતી કે જેના કારણે આ વિસ્તાર ના વિદ્યાર્થીઓને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે તૈયાર કરવામાં મદદ મળશે. પરંતુ તેમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ.
તમને જણાવી દઈએ કે જનરલ બિપિન રાવત સર અને શહડોલ જિલ્લા સાથે ગાઢ સંબંધ છે. તેમણે વર્ષ 1986 માં શાહડોલ જિલ્લાના સોહાગપુર ગઢીના સ્વર્ગસ્થ કુંવર મૃગેન્દ્ર સિંહની પુત્રી મધુલિકા સાથે લગ્ન કર્યા હતા. તેમના પત્ની મધુલિકા રાવત પણ બુધવારે આ હેલિકોપ્ટરમાં સવાર હતા કે જે તમિલનાડુના કુન્નુર પાસે ક્રેશ થયું હતું. આ ઘટના માં હેલિકોપ્ટર માં સવાર 14 લોકો પૈકી 13 લોકો અવસાન પામ્યા છે.
જયારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિ કે જેમનું નામ કેપ્ટન વરુણ સિંહ છે, તેઓ ઈજાગ્રસ્ત હોવાથી વેલિંગ્ટનની એક લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેઓ પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે ઉત્તરાખંડના પૌડીના રહેવાસી જનરલ બિપિન રાવતે અંતિમ વખત 2018 માં પોતાના પિતૃક ગામ ગયા હતા. તેમની ઇચ્છા નિવૃત્તિ પછી પૌડી માં પોતાનું ઘર બનાવવાની અને પછિનુ જીવન ત્યાં જ વિતાવ્વાનિ હતી. જણાવી દઈએ કે સીડીએસ બિપિન રાવતના પરિવારના સભ્યો દ્વારીખાલ ખંડના સૈના ગામમાં રહે છે.