જન્મ દિવસ ઉજવવા નીકળેલ મિત્રોને રસ્તામાં ભરખ્યો કાળ ! જન્મ દિવસ ની ખુશીઓ શોક માં ફેરવાઈ બે લોકો…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.
પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વખત સામેના પક્ષકારની ભુલ ના કારણે અન્ય વાહન ચાલાક ને તેના માઠા પરિણામો ભોગવ્વા પડે છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ.
હાલ આવોજ એક અકસ્માત અંગે માહિતી મળી રહી છે. કે જ્યાં એક ટ્રકે એક્ટિવા ને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે એક વ્યક્તિ ને ગંભીર ઈજા પહોચી હતી. આ દુઃખદ બનાવ અંગે વિગતો આ પ્રમાણે છે.
જણાવી દઈએ કે આ અક્સ્માત નો બનાવ દહેગામ નરોડા હાઇવે રોડ વડોદરા પાટિયા પાસે સર્જાયો હતો. કે જ્યાં એક ટ્રકે એક એક્ટિવા ને ટક્કર મારી હતી. જેના કારણે એકટિવા માં સવાર ત્રણ લોકો જમીન પર પડ્યા હતા અને તે પૈકી બે લોકોના મૃત્યુ થયા હતા. અકસ્માત માં એક વ્યક્તિ ને ગંભીર રૂપથી ઈજા પહોચી છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે દહેગામની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
જો વાત અકસ્માત માં મૃત્યુ પામનાર વ્યક્તિ અંગે કરીએ તો આ અકસ્માત માં નીલ અમીન અને મયૂર લાખાણીનુ મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે આ તમામ લોકો મયૂર લાખાણી ના જન્મ દિવસની ઉજવણી માટે જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આમ અકસ્માત માં મયૂરનો જન્મ દિવસ તેનો મૃત્યુનો દિવસ બની ગયો.
જ્યારે વાત અકસ્માત માં ઈજાગ્રસ્ત વ્યક્તિ અંગે કરીએ તો તેમાં મયૂર ઠાકોર નો સમાવેશ થાય છે કે જેમને સારવાર માટે લઇ જવાયા છે. અકસ્માત ની જાણ થતાં પરિવાર ના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. અકસ્માત અંગેનો બનાવ બનતા ડભોડા પોલીસે ટ્રક ચલાવનાર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.