માનવતા શર્મશાર ! અકસ્માત બાદ બાળકી તડપતી રહી લોકો સારવાર માં મદદરુપ થવાના બદલે ફોટા અને વિડીયો…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.
પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વખત સામેના પક્ષકારની ભુલ ના કારણે અન્ય વાહન ચાલાક ને તેના માઠા પરિણામો ભોગવ્વા પડે છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે. હાલ આવો જ એક અકસ્માત સામે આવ્યો છે કે જે માનવતા ને શર્મશાર કરી મૂકે છે.
જો વાત આ અકસ્માત અંગે કરીએ તો જણાવી દઈએ કે આ અકસ્માત ભાવનગરના માઢિયા ગામ પાસે આવેલા નવાપુલ પાસે સર્જાયો છે. કે જ્યાં એક ટ્રકની હડફેટે આવતા બે વર્ષની બાળકી નું મૃત્યુ પામી હતી. જ્યારે અન્ય ઍક બાળકી ને ઘણી ઈજા પહોચી હતી. જેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવી છે.
આ અકસ્માત ભાવનગર શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટી નં.2માં રહેતા અનિલભાઈ ચંદુભાઈ ડોડીયા ના પરિવાર સાથે સર્જાયો છે. જણાવી દઈએ કે અનિલભાઈ પરિવાર સાથે બાઈક પર ભાલ ના ગામડામાંથી લગ્નમાથી પરત ફરી રહ્યાં હતા ત્યારે રસ્તામા પુત્રી ને તરસ લાગતા ગાડી ઉભી રાખી ત્યારે અકસ્માત સર્જાયો હતો.
જો વાત આ અકસ્માત માં મૃત્યુ પામેલી બાળકી અંગે કરીએ તો તેમાં જાન્હવી નો સમાવેશ થાય છે જણાવી દઈએ કે તેની ઉંમર માત્ર 2 વર્ષની હતી. જ્યારે વાત અકસ્માત માં ઈજાગ્રસ્ત બાળકી અંગે કરીએ તો તેનું નામ હીના છે તે માત્ર. 4 વર્ષની છે. અકસ્માત બાદ તેને સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.
આ સમગ્ર ઘટના નો બીજો પહેલું એ પણ છે કે ઘટના સ્થળ પર હાજર લોકોએ માનવતા ને શરમાવે તેવો વ્યવહાર કર્યો છે. અહીં હાજર લોકોએ અકસ્માત બાદ આ માસૂમ બાળકી ને સારવાર માટે લઇ જવાના બદલે અકસ્માત ના ફોટા અને વિડીયો ઉતારવા લાગ્યા.
જો કે તમામ લોકો એક સમાન હોતા નથી તેમ હાજર લોકો પૈકી એક વ્યક્તિએ માનવતા ની સાચી મિસાલ પેશ કરી છે. તેવી રીતે ત્યાંથી પસાર થતાં તલાટી મંત્રી કે જેમનું નામ શેલેષભાઈ મોરી છે. તેમણે ઈજાગ્રસ્ત બાળકીઓ અને તેમના પરિવારને પોતાની ગાડીમાં બેસાડી નારી ચોકડી પાસે લઇ આવ્યા. જે બાદ આગળ 108 મળી જે તેમને સર. ટી. હોસ્પિટલમાં લઈ જવાયા.