લગ્ન બાદ વિકી અને કેટરીના ની હલ્દી ની તસ્વીર વાયરલ જોઈને લોકો મંત્રમુગ્ધ થયા… જુઓ તસ્વીરો…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમયમાં લગ્ન ની સિઝન ચાલી રહી છે. આ સમય ગળામાં અનેક લોકો એક બીજા સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ જશે. અને એક બીજા સાથે એક જન્મ નહીં પરંતુ જન્મો જન્મ સાથો સાથ રહેવા માટે વચન આપે છે. પતિ પત્ની આવનારા સમયમાં ભેગા મળીને સંસાર રૂપી સાગર પાર કરે છે.
આપણે સૌ જાણીએ છિએ કે પતિ અને પત્ની સંસાર રૂપી ગાડીના બે પૈડાં છે. અને બંને એક સાથે મળી ને આ ગાડીને આગળ લઇ જાય છે. હાલ આવા લગ્ન નો માહોલ હિન્દી ફિલ્મ જગત માં પણ જોવા મળે છે. આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી અનેક કલાકારો એક બીજા સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છે. આ યાદીમાં હવે એક નવું નામ જોડાઈ ગયું છે. આ નામ વિકી કૌશલ અને કેટરીના કૈફ નું છે.
મિત્રો જણાવી દઈએ કે અત્યાર સુધી આ કપલે પોતાના લગ્ન અને તેને લગતી કોઈ પણ માહિતી ફેન્સ કે સોશ્યલ મીડિયા પર શેર કરી ના હતી. પરંતુ હવે આ બંને કલાકારો એ પોતાના ફેન્સ ને તે અંગે માહિતી આપી દીધી છે. સાથો સાથ લગ્ન અને હલ્દી ને લગતા ફોટાઓ પણ સૉશ્યલ મીડિયા પર શેર કર્યા છે.
જણાવી દઈએ કે વિકી કૌશલ અને કેટરીના કૈફ એ 9 તારીખે રાજસ્થાનના બડવારામાં સિક્સ સેન્સ ફોર્ટમાં સાત ફેરા લેવામાં આવ્યા છે. તેમના આ લગ્નમાં અનેક મહેમાનો પણ જોડાયા હતા. આ ઉપરાંત અનેક સેલિબ્રિટી પણ તેમની લગ્ન ની ખુશીઓ માં સામેલ થવા રાજસ્થાન પહોચ્યાં હતા.
જો કે તેમણે આવનારા મહેમાનો માટે એક ખાસ પ્રકારનો આગ્રહ રાખવામાં આવ્યો હતો કે લગ્નમાં હાજર રહેનાર લોકો પોતાની સાથે ફોન લાવી શકશે નહીં જેની પાછળ નું કારણ લગ્નના ફોટા અને વિડીયો લોકોમાં વાયરલ ના થાય તે હતો. પરંતુ આમ કરવા છતા પણ અનેક સૉશ્યલ મીડિયા માધ્યમ પર વિકી કૌશલ અને કેટરીના ના લગ્નને લાગતા ફોટાઓ વાયરલ થતાં જોવા મળ્યા હતા.
જો કે હવે વિકી કૌશલ અને કેટરીના કૈફે તેમના લગ્ન અંગે ફેન્સ ને ખુશખબર આપી છે. જણાવી દઈએ કે હવે આ વિકી અને કેટરીના એ પોતે જ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર તેમના લગ્નની વાત સ્વીકારી લીધી છે અને લગ્નની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જે પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.
જણાવી દઈએ કે કેટરિના કૈફ અને વિકી કૌશલે તેમની હલ્દી રસમના ફોટા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે, અને તેની સાથે કેપ્શન પણ આપ્યું છે. બંનેએ કેપ્શનમાં લખ્યું, ‘શુક્ર.. સાબર.. ખુશી…’ અને પીળા હાર્ટ ઇમોજી પણ શેર કર્યા. તેની પોસ્ટ શેર કર્યા પછી તરત જ, આ પોસ્ટ્સ પર ચાહકોની લાઈક અને કોમેન્ટ ની લાઈન થઈ ગઈ લોકો આ દંપતિ અભિનંદન પણ પાઠવી રહ્યા છે.