India

સોનાના ભાવમાં થયો મહતમ વધારો અને ચાંદીના ભાવ વધીને પોહચ્યા…, જાણો આજના સોના ચાંદીના ભાવ વિશે

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે વર્તમાન સમયમાં સોના ચાંદીના ભાવમાં કેટલો વધરો થતો હોય છે, એટલું જ નહી ક્યારેક દેશમાં સોનાનો ભાવ વધતો હોય તો ક્યારેક ઘટાડો થતો હોય છે. આવી જ પરિસ્થિતિએ ચાંદીના ભાવમાં પણ થઈ છે. તો ચાલો અમે તમને આ પોસ્ટના માધ્યમથી આજના નવા સોના-ચાંદીના ભાવ વિશે માહિતગાર કરી દઈએ.

દેશમાં ૧૬ ડીસેમ્બથી સોના-ચાંદીના ભાવમાં ખુબ મોટો વધારો નોંધાયો હતો, એટલું જ નહી સાથો સાથ સોનાના ભાવમાં પણ ખુબ વધારો થયો હતો. તમને જણાવી દઈએ કે ચાંદીની કિંમત વધીને ૬૧૫૦૦ થઈ ચુકી છે, એટલું જ નહી હવે રોજબરોજ સોના-ચાંદીના ભાવમાં થોડા અંશે વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે.

૧૬ ડીસેમ્બર ગુરુવારના રોજ સોના-ચાંદીના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો હતો.તેમાં સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામે ૩૪૯ રૂપિયા જેટલો વધારો નોધાયો હતો જયારે ૨૪ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામે ૪૮૦૬૫ રૂપિયા થી વધી ને ૪૮૪૧૪ રૂપિયા થઈ હતી જેને મહતમ વધારો માનવામાં આવી રહ્યો છે. જો ચાંદીની કિંમત વિશે વાત કરવામાં આવે તો એક કિલોગ્રામએ ૮૨૩ રૂપિયાય મોંઘુ થયું છે એટલે કે ચાંદીનો ભાવ કિલોગ્રામએ ૬૦૨૫૧ રૂપિયાથી વધી ને ૬૧૦૭૪ રૂપિયા થયો છે તેમ કહી શકાય.

ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન દ્વારા મળતી માહિતી મુજબ ગયા ભાવની તુલનામાં આજન ૨૩ કેરેટ સોનાના ભાવમાં ૩૪૭ રૂપિયાનો વધારો થયો છે, એટલે કે પ્રતિ ૧૦ ગ્રામે ૪૮૨૨૦ રૂપિયા અને ૨૨ કેરેટ વાળા સોનામાં ૩૧૯ રૂપિયાનો વધારો થયો છે એટલે કે ૧૦ ગ્રામે ૪૪૩૪૭ રૂપિયા થઈ ગયા છે. આની સિવાય ૧૮ કેરેટ વાળા સોનામાં પણ ૨૬૨ રૂપિયાનો વધરો થયો છે એટલે કે ૧૦ ગ્રામે ૩૬૩૧૧ રૂપિયાએ પોહચી હતી, હવે અંતે ૧૪ કેરેટ સોનાની વાત કરવામાં આવે તો આ સોનાનો ભાવ ૧૦ ગ્રામે ૨૮૩૨૨ રૂપિયા પર પોહચી ગયો છે.

વર્તમાન સમયમાં મહામારીને થયા પછી નિશ્ચિત ઉદેશ માટે ડીજીટલ સોનાના વધતી પ્રાથમિકતાના લીધે એક મોટો બદલાવ થયો છે. આવું એટલા માટે છે કારણ કે અસ્થિર બજારમાં ડીજીટલ સોનુંએ પોર્ટફોલિયરને મજબુત કરવા માટે નો સૌથી સરળ ઉપાય માનવામાં આવી રહ્યો છે. જયરે ગોલ્ડ એટીએફ વિશે વાત કરવામાં આવે તો તો તમે તેને કેશમાં તરત જ નક્કી કિંમતએ પાછા મેળવી શકો છો. જો તમે સોનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો ઈટીએફ કા સૌવરેણ ગોલ્ડ બોન્ડએ સારા વિકલ્પ છે પણ ધ્યાનમાં રહે એસજીબીનો સમયગાળોએ ૫ થી ૮ વર્ષની જ હોય છે, જેમાં તમે ઓછામાં ઓછા ૧ રૂપિયના રોકાણથી શરૂઆત કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *